Navratri/ રંગબેરંગી કેડિયા સાથે આ મિરર વર્ક પાઘડી ખેલીયામાં બનશે આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદના બાઝારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેન્ડિંગ માં આ વખતે પરંપરાગત કેડિયાની ખરીદી વધુ થઈ રહી છે ,આ વખતે હાથી ઘોડાની ડિઝાઇન અને દાંડિયા રાસ રમતા ખેલેયો વાળી ડિઝાઇનની સાથે અવનવી પાઘડી પણ ટ્રેન્ડમાં ચાલી રહી છે.

Gujarat Navratri culture Others Navratri 2022

ગુજરાતમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ હોય છે ખેલેયાઓ તો છ મહિના પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ ચાલુ કરી દે છે નવરાત્રીમાં માત્ર ગરબાનું જ નહીં વસ્ત્રોનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ વખતે ટ્રેડિશનલ કેડિયામાં ઘણી બધી ડિઝાઇન જોવા મળે છે.  પુરુષો કેડિયાની સાથે સાથે અણીયાળી પાઘડી, ભરત ભરેલી પાઘડી, મોર અને હાથી જેવા ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમશે. મિરર વર્કની પાઘડી પણ ગરબા રસિકો વધુ પસંદ કરે છે.  કેડિયા મોટાભાગે મરૂન , ગ્રીન, સફેદ , ઓરેન્જ, વાદળી અને પીળા  રંગના વધુ પસંદ કરવામાં આવે છે. આ સિવાય બજારમાં અત્યારે નાના બાળકોથી માંડીને 45 વર્ષના લોકો પહેરી શકે તેવા આકર્ષક ભરતગુંથણથી ભરેલા કેડિયા મળે છે. જેની કિંમત 450 રૂપિયાથી ચાલુ થાય છે અને ચાર હજાર સુધીના કેડિયા મળે છે.  આ સિવાય ભરત ભરેલી કોટી પણ ગરબા રસિકો વધુ પસંદ કરતા હોય છે.

નવરાત્રીનો તહેવાર નજીક આવતા અમદાવાદના બાઝારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેન્ડિંગ માં આ વખતે પરંપરાગત કેડિયાની ખરીદી વધુ થઈ રહી છે ,આ વખતે હાથી ઘોડાની ડિઝાઇન અને દાંડિયા રાસ રમતા ખેલેયો વાળી ડિઝાઇનની સાથે અવનવી પાઘડી પણ ટ્રેન્ડમાં ચાલી રહી છે.

ગુજરાતમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ હોય છે ખેલેયાઓ તો છ મહિના પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ ચાલુ કરી દે છે નવરાત્રીમાં માત્ર ગરબા નું જ નહીં વસ્ત્રોનું પણ ખૂબ જ મહત્વ હોય છે નવરાત્રીના તહેવારમાં પારંવારિક ટ્રેડીશનલ વસ્ત્રો વધારે પહેરવામાં આવે છે હવે તો પાર્ટી પ્લોટમાં પણ ટ્રેડિશનલ વસ્ત્રો સિવાય એન્ટ્રી મળતી નથી, ટ્રેડિશનલ વસ્ત્રોમાં સ્ત્રીઓ માટે ચણિયાચોરી અને પુરુષો માટે કેડિયું , રબારી ભાતના વસ્ત્રો ભરવાડી ભાતના વસ્ત્રો વધારે પસંદ કરવામાં આવે છે હવે તો કેડિયું છોકરીઓ પણ પહેરતી હોય છે આ વખતે કેડિયામાં હાથી ઘોડા વાળી ડિઝાઇનના વસ્ત્રો વધારે ચાલી રહ્યા છે તે સિવાય દાંડિયા રાસ રમતા ખેલેયા ની ડિઝાઇન પણ વધુ પસંદ કરવામાં આવે છે પરંપરાગત કેડીયા જેની અંદર મિરર વર્ક અને એમ્રોડરી વર્ક અને ઉનવર્ક કરવામાં આવેલું હોય છે

1 ટ્રેડિશનલ કેડિયામાં ઘણી બધી ડિઝાઇન
2 કચ્છી વર્કના કેડિયાની સાથે ધોતી નો ટ્રેન્ડ
3 ટ્રેન્ડિંગ ડિઝાઇન માં ભરવાડી થીમ, બંજારા થીમ, રબારી થીમ, એમ્રોડરી વર્ક
4ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમે ગરબા રસિકો
5 રંગબેરંગી કેડિયા ખેલૈયાઓને વધારે આકર્ષે


આ વખતે ટ્રેડિશનલ કેડિયામાં ઘણી બધી ડિઝાઇન જોવા મળે છે પુરુષો કેડિયાની સાથે સાથે અણીયાળી પાઘડી ભરત ભરેલી પાઘડી મોર અને હાથી જેવા ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમે છે ઝગ્મગાહટ મારતી મિરર વર્ક ની પાઘડી પણ ગરબા રસિકો વધુ પસંદ કરે છે.  કેડિયા મોટાભાગે મરૂન , ગ્રીન, સફેદ , ઓરેન્જ, વાદળી અને પીડા રંગના વધુ પસંદ કરવામાં આવે છે જોકે હવે તો રંગબેરંગી કેડિયા ખેલૈયાઓને વધારે આકર્ષે છે બઝારમાં અત્યરે હાલ ભરવાડી થીમ , બંજારા થીમ, રબારી થીમ, અરે જબ્બો ને દુપટ્ટા તો ખરા જ..આ સિવાય બજારમાં અત્યારે નાના બાળકોથી માંડીને 45 વર્ષના લોકો પહેરી શકે તેવા આકર્ષક ભરતગુંથણથી ભરેલા કેડિયા મળે છે જેની કિંમત 450 રૂપિયાથી ચાલુ થાય છે અને ચાર હજાર સુધીના કેડિયા મળે છે આ સિવાય ભરત ભરેલી કોટી પણ ગરબા રસિકો વધુ પસંદ કરતા હોય છે ઝબ્બા ઉપર કોટી પહેરવામાં આવે છે નવરાત્રીમાં કચ્છી વર્કના કેડિયાની સાથે ધોતી નો ટ્રેન્ડ વધુ પસંદ કરવામાં આવે છે પરંપરાગત કેડીયામાં હવે વેસ્ટર્ન લુક આવી ગયો છે જેમાં કેડિયાની નીચે મહિલાઓ પેન્ટ પહેરવાનું પણ પસંદ કરે છે પહેલા માત્ર પુરુષો દ્વારા જ કેડિયા પહેરવામાં આવતા પણ હવે તો સ્ત્રીઓ પણ કેડિયા પહેરીને ગરબે ઘૂમે છે. અમદાવાદના બજારો માં હાલ ભારે ભીડ ઉમટી રહી છે લોકો નવરાત્રી ને લઈને ને ખુબજ ઉત્સાહી છે.