@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચોટીલાનાં ઢોકળવા ગામે પોલીસે જુગારનાં અંડ્ડા પર રેડ પાડી હતી. જેમાં જુગારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. જેમાં અંધારામાં એક યુવાન ભાગવા જતા કૂવામાં પડી જતા મોતને ભેટ્યો હતો. આ યુવાનના પરિવારજનો દ્વારા યુવાનની શોધખોળ કરતા વહેલી સવારે યુવાનની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ સમયે / બિહાર એલજેપીમાં મોટી ફૂટ, પાંચ સાંસદોએ ચિરાગ પાસવાન સાથે ફાડ્યો છેડો
રાત્રે સઘન શોધખોળ બાદ પણ યુવાનનો કોઇ અત્તો પત્તો લાગ્યો નહોતો
ચોટીલાના ઢોકળવા ગામે જુગાર ધમધમતો હોવાની પોલીસને પાક્કી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવી જુગાર અંગેની રેડ પાડી હતી. પોલીસની અચાનક રેડ બાદ અંધારામાં જુગારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. જેમાં રાત્રીના અંધારામા જુગાર રમતો એક યુવાન ભાગવા જતા કૂવામાં પડી જતા મોતને ભેટ્યો હતો. એના પરિવારજનો દ્વારા રાત્રે સઘન શોધખોળ બાદ પણ યુવાનનો કોઇ અત્તો પત્તો લાગ્યો નહોતો.
અનલોક / દિલ્હીમાં અનલોક કરવાની પ્રક્રિયામાં સતત પ્રગતિ,જાણો આજે શું ખુલશે અને શું હજુ પણ રહેશે બંધ
સવારે યુવાનની લાશ સીમના એક કૂવામાંથી મળી
યુવાનના પરિવારજનો દ્વારા યુવાનની શોધખોળ કરતા વહેલી સવારે યુવાનની લાશ સીમના એક કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. જેમાં પરિવારજનો દ્વારા યુવાનના કમકમાટીભર્યા મોતથી રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ ગોઝારા બનાવ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમા જાણ કરવા છતા પોલીસ ઘટનાસ્થળે ન પહોચતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

