ગૌભક્તોનો વિરોધ/ 500 કરોડની સહાય ચૂકવો, પછી કાર્યક્રમ યોજો -દિયોદર ખાતે ભાજપને ગૌભકતોની ચીમકી

ગૌ માતાની સહાય ચૂકવવામાં ના આવે ત્યાં સુઘી ગૌ ભક્તો અને ખેડૂતો દ્વારા ભાજપના કાર્યક્રમો ઠેર ઠેર વિરોધ કરાશે. ગૌ ભકતો અને સાધુ સંતો સાથે કિસાનો દ્વારા વિરોધ દર્શાવી ભારે સુત્રચ્ચાર બોલાવ્યા.

Top Stories Gujarat Others

રાજ્યમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. ગુજરાત સરકાર વિરુદ્ધ અનેક સમાજ અને સંસ્થાના લોકો પોતાની માંગણી મૂકી બાયો ચડાવી રહ્યા છે.  રાજ્યમાં હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.  ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ગૌભકતો અને ખેડૂતોએ ભાજપ સામે પોતાનો વિરોધ નોધાવ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના દિયોદર ખાતે ભાજપ દ્વારા નમો કિશાન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં દિયોદરના ગૌ ભકતો, ખેડુતો, સાધુ-સંતો દ્વારા ભાજપના કાર્યક્રમનો જોરદાર વિરોધ કરાયો. જ્યાં કાર્યક્રમમાં હોબાળો મચાવી નમો કિસાન કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો હતો. તો, દિયોદર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની શરૂઆત પહેલાં જ ગૌ ભકતો નારાજ હોવાને લઇને ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

સરકાર દ્વારા 500 કરોડની સહાય ચૂકવો , પછી કાર્યક્રમ યોજો..
જ્યાં સુધી ગૌ માતાની સહાય ચૂકવવામાં ના આવે ત્યાં સુઘી ગૌ ભક્તો અને ખેડૂતો દ્વારા ભાજપના કાર્યક્રમો ઠેર ઠેર વિરોધ કરાશે. ગૌ ભકતો અને સાધુ સંતો સાથે કિસાનો દ્વારા વિરોધ દર્શાવી ભારે સુત્રચ્ચાર બોલાવ્યા.”આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી ” ગૌ ભકતો અને ખેડૂતોએ ભારે સુત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો બહિષ્કાર કર્યા. જ્યાં સુધી ગૌ માતાની સહાય ચૂકવવામાં નહી આવે ત્યાં સુધી ગૌ ભક્તો અને ખેડૂતો દ્વારા દિયોદર તાલુકાના ગામે ગામ ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર અને વિરોધ કરાશે એવી ચિમકી ઉચ્ચારી હતી.

Ukraine Crisis/ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના 20% વિસ્તારને રશિયામાં જોડવાની કરી તૈયારી, પરમાણુ યુદ્ધનો તોળાતો ખતરો