Cricket/ ટીમ ઈન્ડિયાની જીતથી હવે ઈતિહાસ રચાશે, 2 ઓક્ટોબરે થશે નિર્ણય!

ગઈકાલની મેચની વાત કરવામાં આવે તો અર્શદીપ સિંહ અને દીપક ચહરે આફ્રિકાને ધૂળ ચટાડી દીધી હતી. અડધી ટીમ માત્ર 9 રનમાં આઉટ થઈ ગઈ હતી. જેનું પરિણામ…

Top Stories Sports
Team India Victory

Team India Victory: ભારતીય ટીમે ગઈ કાલે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવ્યું અને કહ્યું કે રોહિતની કપ્તાનીમાં આ વખતે ઈતિહાસ રચાશે. જેમ કે તમે જાણો છો કે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે કોઈપણ T20 શ્રેણીમાં હરાવી શકી નથી. પરંતુ આ વખતે ભારતની ટીમ જે રીતે મેચ રમી રહી છે તે જોતા લાગે છે કે આ વખતે આફ્રિકાની ટીમ ભારતથી ખાલી હાથે પરત ફરશે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનની સાથે બોલર પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

ગઈકાલની મેચની વાત કરવામાં આવે તો અર્શદીપ સિંહ અને દીપક ચહરે આફ્રિકાને ધૂળ ચટાડી દીધી હતી. અડધી ટીમ માત્ર 9 રનમાં આઉટ થઈ ગઈ હતી. જેનું પરિણામ એ આવ્યું કે ટીમ ભારત સામે 107 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી. અને ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. જો કે ગઈકાલની મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું બેટ કામ નહોતું કર્યું પરંતુ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ ટીમને જીત અપાવીને પરત ફર્યા હતા. હવે આગામી મેચ 2 ઓક્ટોબરે થશે. ટીમ ઈન્ડિયા જીતતાની સાથે જ આ સિરીઝ જીતી લેશે. જોકે, ટીમે અત્યારે ઓવર કોન્ફિડન્સથી બચવું પડશે. દક્ષિણ આફ્રિકા વાપસી કરી શકે છે. જો આમ થાય છે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ થઈ શકે છે. ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ પહેલાની આ શ્રેણી જેટલી જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો ટીમ હારશે તો ટીમનો આત્મવિશ્વાસ ઘટી શકે છે.

આ પણ વાંચો: PM મોદી રોડ શો/ સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

આ પણ વાંચો: Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોચ્યા,લિંબાયતમાં PMનો ભવ્ય રોડ શો

આ પણ વાંચો: Political/ કોંગ્રેસના વફાદાર અને દિગ્ગજ નેતાઓ જ સત્તા માટે હાઇકમાને ડરાવી રહ્યા છે?દબાણનીતિ અપનાવી પાર્ટીને મૃતપાય તરફ ધકેલી રહ્યા છે!