Bail Plea/ સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં છે ત્યારે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવીને સેશન્સ કોર્ટ મોટો ઝટકો આપ્યો છે.

Top Stories Gujarat

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં છે ત્યારે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવીને સેશન્સ કોર્ટ મોટો ઝટકો આપ્યો છે.

સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી સરકારી વકીલની દલીલના આધારે ફગાવી હતી. ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા આર્થિક ગુનો હોવાને કારણે સાક્ષીઓ તોડવાનો ભય હોવાની દલીલ કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખીને વિપુલ ચૌધરીની જામીન અરી ફગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીના વકીલ દ્વારા ગુનામાં ખોટી સંડોવણી હોવાની દલીલ કરવામાં આવી હતી.