ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપે ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે જે 12 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થશે.આ યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના હતા. પરંતું હવે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે હાર્દિક પટેલનું નામ ભૂલથી છપાઈ ગયું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થશે. ભાજપની ઉત્તર ગુજરાતની આ ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના હતા. જોકે, આ ગૌરવ યાત્રાના એક દિવસ પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આ ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. સમગ્ર પ્રકરણમાં ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે પ્રિન્ટિંગ મિસ્ટેક ના કારણે હાર્દિક પટેલનું નામ ભૂલથી છપાઈ ગયું હતું જે બાદમાં સુધારવામાં આવ્યું.
આ પણ વાંચો:રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ લીલીઝંડી બતાવી ભાજપની ગૌરવ યાત્રાનો કરાવ્યો પ્રારંભ
આ પણ વાંચો: ઈરાનની મોરેલિટી પોલીસ સામેના વિરોધમાં ‘સેક્રેડ ગેમ્સ’ની અભિનેત્રી નોરોઝીનો “સ્ટ્રિપ શો”
આ પણ વાંચો:અનુસુચિત જાતિના વિદ્યાર્થી સાથે રેગીંગ, મૂઢમાર મારી હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ
