@કાર્તિક વાજા,ગીરસોમનાથ.
સીએનજી કંપનીમાં કામ કરતા બન્ને યુવાન પોતાના વતનથી પરત આવતા હતા, અને રાત્રીના અકસ્માત નડીયો. ઊના–ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર ગત મોડી રાત્રીના ટ્રક ચાલકે ઉના તરફ ડબલ સવારી કરી આવતા બાઇકને હડફેટે લેતા બે યુવાનોના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી ફેલાયેલ હતી.
keshod / ભાજપની બેઠકમાં શું રંધાયું..? ગોરધન ઝડફિયા નું ભેદી મૌન..!!…
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોકડવા નજીક જીજે 14 ઝેડ 5885 નંબરનો ટ્રક બેડીયા તરફ જતો હોય અને સામેથી ધોકડવા તરફ બાઇક ચાલક કિરીટસિંહ ભીમસિંહ માંબોજા ઉ.વ.34 તેમજ તેની સાથે રહેલા વિષ્ણુભાઇ કાળીદાસ રાઠોડ ઉ.વ.20 રહે. બન્ને કેસવાન જી. ભરૂચ વાળાને બે ફીકરાઇ અને ગફલતભરી રીતે ટ્રક ચાલકે ચલાવી બાઇકને હડફેટે લેતા બન્ને યુવાનોના ધટના સ્થળ પર ગંભીર ઇજા થવાના કારણે કરૂણ મોત નિપજેલ હતા.
Knowledge / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -2 )
આ અકસ્માતની જાણ આજુબાજુ વિસ્તારોમાં થતાં લોકો તાત્કાલીક દોડી આવી બન્ને મૃતક યુવાનોને ગીરગઢડા સરકારી હોસ્પીટલમાં પી એમ માટે ખસેડાયેલ છે. આ અંગે વધુ મળતી વિગત મુજબ બન્ને યુવાનો ઉના નજીક આવેલા સીએનજી કંપનીમાં કામ કરતા હોય અને બન્ને પોતાના વતન કેસવાન તા.જંબુસર, જી.ભરૂચ ગયેલા હોય અને ત્યાથી ગતરાત્રીના પોતાના કામ માટે ધોકડવા તરફ આવતા રસ્તામાંજ બન્ને બાઇક સવારને કાળ આંબી જતાં મોત નિપજેલ.
તેમના પાસેથી મળેલ વિગતો પર પોલીસે તપાસ કરી તેમના પરીવારને ઊના આવવા જાણ કરતા મૃતકનો પરીવાર આવે ત્યાર બાદ તેની અંતિમવીધી માટે અને ફરીયાદ અંગેની કાર્યવાહી હાથ ધરશે તેવો પોલીસ સુત્રએ જણાવેલ હતું.
Ahmedabad / દારૂબંધીના લીરેલીરા..! માધુપુરા પોલીસ ઊંઘતી રહી ને ક્રાઇમબ્ર…
Dharm / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -1 )
Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે
Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….
અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
