આંખ આડા કાન/ સ્વચ્છ મહેમદાવાદમાં ગંદકીનું સામ્રાજય,પાલિકાના S.Y.મન્સુરી હોલ પાસે ઉભરાતી ગટરનું પાણી,ચીફ ઓફિસરનું પણ નથી સાંભળતા કર્મચારીઓ!

છેલ્લા 4 મહિનાથી ખાત્રેજ દરવાજા બહાર નગરપાલિકાના હોલ એસ.વાય. મન્સુરી પાસે ગટરનું પાણી ઉભરાયું છે અને તેનું પાણી ચોમેર ફેલાયું છે.

Gujarat

ખેડા જિલ્લાના મહેમદાવાદ ઐતિહાસિક નગર તરીકે જાણીતું છે, શહેર તેની સ્વસ્છતા માટે જાણીતું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્છ અભિયાન અતર્ગત શહેર એકદમ ચોખ્ખુ રહે છે પરતું    છેલ્લા 4 મહિનાથી ખાત્રેજ દરવાજા બહાર નગરપાલિકાના હોલ એસ.વાય. મન્સુરી પાસે ગટરનું પાણી ઉભરાયું છે અને તેનું પાણી ચોમેર ફેલાયું છે.આ વિસ્તારમાં ચોમેર ગટરના પાણીના લીધે રોગચાળો ફેલાવવાની દહેશત હોવા છંતા પણ કોઇ પગલા લેવામાં આવતા નથી,આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો થવાની સંભાવના હોવા છંતા તંત્ર નિષ્ક્રિય જોવા મળે છે. આ વિસ્તારના ચોતરફ ગંદકી અને કચરાનો ઢગ પણ છે ,તે છંતા કોઇ રણ નગરપાલિકા કોઇ પગલા લેતી નથી

આ અંગે  જાગૃત નાગરિક રફિક ભાઇ મન્સુરીએ ફરિયાદ કરીને ગટરના ઉભરાતા પાણીથી થયેલ  ગંદકી સાફ સફાઇ કરવા માટે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં રજૂઆત કરી રહ્યા છે પરતું તેમની આ ફરિયાદનો આજદિન સુધી નિરાકરણ નથી આવ્યું.. આ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી તેમણે હકારાત્મક જવાબ આપીને સમસ્યાનો નિરાકરણની બાંયધરી આપી હતી તે છંતા પણ કોઇ નિરાકરણ  નથી.ચીફ ઓફિસરના આદેશને પણ કર્મચારીઓ  ધ્યાનમાં લેતા નથી  અને આંખ આડા કાન કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી આ અંગેની રજૂઆત કરવામાં આવી હોવા છંતા પણ  ચીફ ઓફિસરના આદેશને તેમના કર્મચારીઓ સાંભળતા જ નથી. કર્મચારીઓ થાય છે થશે નીતિ અપનાવી રહ્યા છે.

આ વિસતારમાં ગટરનો પાણી  ઉભારયું હોવાથી અને લીકેજ બંધ થયું નથી પણ કર્મચારીઓ પ્રત્યક્ષ મુલાકાત લીધા વગર જ થઇ ગયું અને ફરિયાદને ધ્યાનમાં લેતા નથી,અનેક રજૂઆતો કર્યા છંતા પણ નગરપાલિકાના કર્મચારીઓ ઉદ્વતાઇભર્યુ વર્તન કરી રહ્યા છે. ભેદભાવનીતિ આપનાવી રહ્યા હોવાનું સાફ ઉજાગર થઇ રહ્યું છે. આ સમસ્યાનો નિરાકરણ નહીં થાચ તો ગાંધીના ચિંંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. આ મામલે ઉચ્ચ અધિકારીને પણ જાણ કરવામાં આવશએ.