ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ની તૈયારી ના ભાગરૂપે ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં નિરીક્ષકો ની સેન્સ ની સાથે સાથે ભાજપે પોતાના ધારાસભ્યો પાસેથી પણ તેમના વિકલ્પ ના નામો મગાવતા ધારાસભ્યો દ્વિધામાં મુકાઈ ગયા છે, પણ ભાજપના નેતાઓ ખાત્રી આપી રહ્યા છે કે, ચિંતા ના કરો, ટિકિટ કાપવા માટે નહીં, ફક્ત એક વ્યૂહ જાણવા માટે વિકલ્પ માંગવા માં આવે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માં ભાજપે એકદમ ફાસ્ટ્રેક મોડ પર ઉમેદવાર પસંદગી થી લઈને પ્રચાર માટેની વ્યૂહરચના ઘડવા માંડી છે, જેમાં ભાજપ રાષ્ટ્રીય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ થી લઈને અનેક આગેવાનો ગુજરાત ની ચૂંટણી ની રણનીતિ ઘડી રહ્યા છે તો, ભાજપના પ્રદેશ નેતાઓથી પેજ પ્રમુખ ને પણ પ્રચાર માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, આ ઉપરાંત ઉમેદવાર પસંદગી માટેની પણ કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં નિરીક્ષકો વિધાનસભા બેઠક મુજબ સેન્સ લઈને તેનો રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ની કોર કમિટી ને આપશે,
ગુજરાતમાં ભાજપ 50 ટકા જેટલા ધારાસભ્યોને બદલે નવા ને ટિકિટ આપવામાં આવી શકે છે, ભાજપ ના સુત્રોના જણાવ્યા મુજબ જે ચૂંટણી લડવા માટે અને જીતવા માટે ગંભીર ગણાય છે તેવા ઉમેદવારોને તેમનો બાયોડેટા જ નહીં પણ પ્રચાર તેમજ જ્ઞાતિ-જાતિના સમીકરણો અને શા માટે તે તેમાં ફીટ બેસી શકે છે તે અંગે એક ટૂંકો રિપોર્ટ આપવા જણાવાયું છે. તેઓ કઇ-કઇ જ્ઞાતિ સાથે સંકળાયેલા છે અને કઇ જ્ઞાતિ તેમની વિરુધ્ધ જઇ શકે તે તેમની વિરુધ્ધના ફેક્ટર કયા છે તે આપવા જણાવાયું છે અને જે સીટીંગ ધારાસભ્યો છે તેઓને ટીકીટની ચિંતા કર્યા વગર તેમના વિકલ્પ કોણ બની શકે તે નામ આપવા પણ જણાવાયું છે અને ભાજપ આ ચૂંટણીમાં અનેક પાંખિયા વ્યૂહ સાથે આગળ વધી રહ્યું છે. ભુતકાળમાં જે રીતે ભાજપને કોંગ્રેસનો પડકાર હતો તે યથાવત છે તેવું માનીને ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે.
