બોટાદમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં લગાવામાં આવેલ વિવિધ પક્ષોના બેનરો અને જાહેરાતો દૂર કરવામાં આવી રહી છે. સમગ્ર આચારસહિંતાના અમલ માટે નગરપાલિકા ટીમ કામે લાગી છે.
ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૧ ડિસેમ્બર અંતે ૫ ડિસેમ્બરે એમ બે તબક્કામાં ચુંટણી યોજાવાની છે અને ૮ ડિસેમ્બરે પરીણામ છે ત્યારે રાજયમાં આજથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. જેના ભાગરૂપે બોટાદ શહેરમાં આજથી આચારસંહિતા ની અમલવારી શરૂ કરવામાં આવી છે.
બોટાદ શહેરમા વિવિધ રાજકીય પક્ષોના, નેતાઓના લગાવેલા હેડિગો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને બોટાદ નગરપાલિકા દ્વારા હટાવવા ની કામગીરી હાથ ધરી છે અને આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ થયો.

આ પણ વાંચો:શું PM મોદીની મુલાકાતને કારણે ગુજરાત ચૂંટણીની જાહેરાતમાં થયો વિલંબ? જાણો મુખ્ય ચૂંટણી કમિશનરનો જવાબ
આ પણ વાંચો:ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ, પૂર્વ PM ઘાયલ
આ પણ વાંચો:મોરબીમાં અધિકારી સામે કાર્યવાહી કરવી હોય તો ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે