Gujarat Visit/ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, ભાવનગર સર્વજ્ઞાતિય લગ્નોત્સવમાં હાજરી આપશે

ભાવનગરમાં એક સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મોટાભાગે પાટીદાર સમાજ ઉપસ્થિત રહેવાનો છે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે

Top Stories Gujarat
  • વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે
  • નાનાપોંઢા કપરાડામાં સંબોધશે જનસભા
  • સર્વજ્ઞાતિય લગ્નોત્સવ 2022માં આપશે હાજરી
  • જવાહર ગ્રાઉન્ડ ભાવનગરમાં યોજાશે કાર્યક્રમ
  • ચૂંટણીલક્ષી બેઠકોમાં આપી શકે હાજરી
  • રાજ્યપાલ અને મુખ્યપ્રધાન રહેશે હાજર
  • PM મોદી 551 દીકરીઓને આપશે આશીર્વાદ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન તથા 8 ડિસેમ્બરે મત ગણતરી થવા જઈ રહી છે. તેવામાં ચૂંટણીના બ્યૂગલ વાગ્યા પછી આજે રવિવારે વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

ભાવનગરમાં એક સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મોટાભાગે પાટીદાર સમાજ ઉપસ્થિત રહેવાનો છે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, જેમાં તમામ દીકરીઓ એવી છે જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આવી દીકરીઓને લગ્નમાં માતા પિતાની ગેરહાજરીના ખૂંચે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ સમુહ લગ્નનું આયોજન ઉદ્યોગપતિ સુરેશ લાખાણીએ કર્યું છે. જેમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અનેક દીકરીઓના લગ્ન કરાશે. આ ઉપરાંત પ્રત્યેક દીકરીને લગભગ 2 લાખ રૂપિયાથી વધુનું કરિયાવર ભેટમાં પણ અપાશે