Gujarat election 2022/ ઉમેદવારોની પસંદગીમાં દામ નહી, નામ નહી, કામ બોલતા હૈ, ભાજપનું સૂત્ર

ભાજપે 160 બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમા બે વિધાનસભ્યો તો એવા છે કે તેમની સંપત્તિ 100 કરોડ કરતાં પણ વધારે છે. તેમની ટિકિટ આ વખતે કપાઈ છે.

Top Stories Gujarat
  • ભાજપે 100 કરોડથી વધુ સંપત્તિવાળા બે ઉમેદવારો કાપ્યા
  • ભાજપના કરોડપતિ ઉમેદવારોને આપ્યો મોટો સંદેશ
  • 123 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા સુરેશ દલાલની ટિકિટ કપાઈ
  • 113 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ધનજી પટેલની ટિકિટ કપાઈ

નવી દિલ્‍હીઃ રાજકારણમાં (Politics) દામ (Money) પણ નહી ચાલે અને નામ (Name) પણ નહી ચાલે, ચાલશે તો ફક્ત કામ (work) જ ચાલશે એવું ભાજપનું (BJP) નવું સૂત્ર છે. ભાજપે 160 બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમા બે વિધાનસભ્યો તો એવા છે કે તેમની સંપત્તિ 100 કરોડ કરતાં પણ વધારે છે. તેમની ટિકિટ આ વખતે કપાઈ છે.  તેઓ 2017ની ચૂંટણીમાં ભાજપના સૌથી ધનવાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

બોટાદ બેઠકના ધારાસભ્‍ય સુરેશ દલાલની (Suresh Dalal) ટિકિટ કપાઈ છે જેમની 2017માં કુલ સંપત્તિ 123 કરોડ રૂપિયા કરતાં વધુ હતી, જે કુલ 182 ધારાસભ્‍યોમાં સૌથી વધુ સંપત્તિ હતી. આ બેઠક પર ઘનશ્‍યામ વિરાણીને (Ghanshyam Virani) ટિકિટ અપાઈ છે. આ સિવાય સુરેન્‍દ્રનગરના વઢવાણ બેઠક પરથી ચૂંટાયેલા ધનજી પટેલની (Dhanaji Patel) ટિકિટ કપાઈ છે જેમની સંપત્તિ પણ રૂ.113 કરોડથી વધુ હતી. આ બેઠક પર જીજ્ઞાબેન પંડયાને (Jignyaben Pandya) ટિકિટ આ આપી છે. આ સિવાય 100 કરોડથી વધુ સંપતિમાં રાધનપુર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્‍યની રઘુ દેસાઈની સંપત્તિ 115 કરોડથી વધુની છે.

2017માં સૌથી ઓછી સંપતિ ધરાવતા ત્રણ ધારાસભ્‍યમાં ભાજપના બે ધારાસભ્‍ય હતાં જેમાં ગાંધીધામ (SC) બેઠક પરથી વિજેતા થયેલા માલતી મહેશ્વરીને રિપિટ કરાયાં છે, જેઓની કુલ સંપતિ 17,17,098 હતી. 182 ધારાસભ્‍યોમાં સૌથી ઓછી 10.25 લાખ રૂપિયાની સંપતિ વડગામના અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયેલા જીજ્ઞેશ મેવાણીની હતી. આ સિવાય ખેડાની મહેમદાવાદ બેઠક પરથી વિજેતા થયેલા અર્જુનસિંહ ચૌહાણની સંપતિ પણ 12,57,647 જ હતી.

આ પણ વાંચોઃ

ઓ વુમનીયા ઓહો હો હો../ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1962થી 2017 સુધી મહિલાઓનું વર્ચસ્વ કેવુ રહ્યું..જાણો મતદારોનો મૂડ

Gujarat Election 2022/ દસવી પાસઃ ગુજરાત ભાજપના 25 ટકા ઉમેદવારોની આટલી જ છે