Gujarat Election/ AIMIMના વડા ઓવૈસીની જાહેર સભામાં મોદી જિંદાબાદના નારા લાગ્યા,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર માટે કામે લાગી ગઇ છે.ઓવૈસી 159 નંબરની સુરત પૂર્વ વિધાનસભાના પોતાના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા માટે સુરત આવ્યા હતા

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર માટે કામે લાગી ગઇ છે.ઓવૈસી 159 નંબરની સુરત પૂર્વ વિધાનસભાના પોતાના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા માટે સુરત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.સુરતમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે આવેલા અસદુદ્દીન ઓવૈસીને એક કડવો અનુભવ થયો હતો તે સુરતના રુદરપુરા ખાડી વિસ્તારમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે જાહેરમાં મોદી જિંદાબાદના નારા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરતમાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીની સભા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવકોએ મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેવું ઓવૈસીનું ભાષણ શરૂ થાય તે પહેલા જ આ યુવકોએ મોદીના નામના નારા લગાવ્યા હતા અને ઓવૈસીને કાળા ઝંડાઓ દેખાડ્યા હતા. સુરતનાં રુદરપુર ખાડી વિસ્તારમાં આ ઘટના સામે આવી હતી. જો કે સમર્થકોએ ત્યાર બાદ આ યુવકોને દુર હટાવી દીધા હતા. પરંતુ થોડા સમય માટે ગરમા ગરમીનું વાતાવરણ સર્જાયું હતું.