જયપુરઃ રાજસ્થાનના (Rajasthan) મુખ્યપ્રધાન અશોક ગેહલોતની (Gehlot) મુશ્કેલીઓ જાણે અટકવાનું નામ જ લઈ રહી નથી. તેઓની રાજસ્થાન મુશ્કેલીઓનો અંત આવતો નથી અને તેમને ગુજરાતમાં ઇન્ચાર્જ (incharge) બનાવવામાં આવ્યા છે. ગુજરાતના ઇન્ચાર્જ બન્યા પછી પણ તે ગુજરાતમાં સમખાવા પૂરતી જ સભાઓ કરી શક્યા છે. રાજસ્થાનમાં ચાલતા વિખવાદમાંથી તે ઊંચા જ આવી શક્યા નથી. ગેહલોતનો સચીન પાયલોટ (Sachin Piolet) સાથેનો સંઘર્ષ જારી છે ત્યારે હવે બંને વચ્ચેના આ સંઘર્ષથી કંટાળીને કોંગ્રેસ મહાસચિવ અજય માકને (Ajay maken) રાજસ્થાનના પ્રભારી પદેથી રાજીનામુ આપી દીધું છે. હવે ગેહલોત માટે સવાલ તે ઊભો થયો છે કે તે હાલમાં ગુજરાત સંભાળે કે રાજસ્થાન સંભાળે.
આમ રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસની અંદર જ રાજકીય ગરમાગરમીએ વેગ પકડ્યો છે ત્યારે ગેહલોત ગુજરાતની ચૂંટણીમાં કેટલું ધ્યાન આપી શકે તે જોવાનું છે. અજય માકને કોંગ્રેસ પ્રમુખ ખડગેને (Kharge) લખેલી ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહેવા માંગતા નથી, તેના બદલે આ સ્થાન બીજા કોઈને સોંપે તો તેમને આનંદ થશે. આમ નવા પ્રમુખ બનેલા ખડગે સામે પણ મોટી જવાબદારી આવી છે. કોંગ્રેસ પર એકબાજુએ ગુજરાતમાં સારો દેખાવ કરવાનું દબાણ છે અને ગુજરાતના જ ચૂંટણી ઇન્ચાર્જ અશોક ગેહલોત રાજસ્થાનમાંથી જ ઊંચા આવી રહ્યા નથી ત્યારે ગુજરાતની સ્થિતિને સંભાળવું પક્ષ માટે વધુ અઘરું બન્યું છે.
ગેહલોતને ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા છે, પરંતુ ગુજરાત કોંગ્રેસની આંતરિક જૂથબંધીની સાથે ગેહલોતની પણ રાજસ્થાનની અંદરની વ્યસ્તતા ગુજરાતમાં કોંગ્રેસના ભવિષ્ય માટે ચિંતાજનક છે. તેમા પણ ખરા સમયે માકનના રાજીનામાએ ગેહલોતની સ્થિતિ વધારે ખરાબ બનાવી છે. માકને તેના રાજીનામામાં જણાવ્યું છે કે ભારત છોડો યાત્રા રાજસ્થાનમાં આવી રહી છે ત્યારે રાજસ્થાન કોંગ્રેસમાં નવા પ્રભારી હોવા જરૂરી છે. તેની સાથે તેમણે રાજીનામામાં 25 સપ્ટેમ્બરની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
માનવામાં આવે છે કે માકન સત્તા પર ચીટકી રહેવાના ગેહલોતના વલણથી નારાજ હતા. તેઓનું માનવું હતું કે ગેહલોતે વાસ્તવમાં યુવાઓ માટે અનુરુપ તથા ઉદાહરણરૂપ દાખલો બેસાડવો જોઈએ તેના બદલે સત્તા પર ચીટકીને તેઓ રીતસર પક્ષના યુવા કાર્યકરોને નિરાશ કરી રહ્યા છે અને રાજસ્થાન કોંગ્રેસની સ્થિતિ પણ બગાડી રહ્યા છે. તેમણે આ પ્રકારની નારાજગી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી છે. હવે બોલ ગેહલોતના કોર્ટમાં છે.
આ પણ વાંચો
Gujarat Election 2022/ પેજપ્રમુખ પછી ભાજપનો આ ચૂંટણીમાં નવતર પ્રયોગ વોટ્સએપ
