ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે એવામાં કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. કોંગ્રેસને એક સાધે તો તેર તૂટે જેવો ઘાટ છે. એક બાજુ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામાં પડિ રહ્યા છે, એવામાં કોંગ્રેસ પર હવે ટિકિટ વેચવાનો ગંભીર આરોપ પણ લાગી રહ્યો છે.ઉમેદવારની યાદીમાં નામ ન આવતા નેતાઓ અને કાર્યકરોએ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ગાંધીનગરની દહેગામ બેઠકના દાવેદાર કામીનીબા રાઠોડે આરોપ લગાવ્યો હતો કે લોભ લાલચમાં તો ટિકિટ નથી વહેંચીને એવા આક્ષેપો લગાવ્યા હતા.આ દરમિયાનમાં હાલોલ વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરનારા ગુરુરાજ ચૌહાણે પણ ટિકિટ કપાઈ ત્યારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કોંગ્રેસ સામે આરોપ લગાવતા કહ્યું હતું કે, કરોડોમાં ટિકિટ સેટલમેન્ટ થાય છે તેવા આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કાર્યકરો, પછી કામીનીબા અને હવે ગુરુરાજના આ પ્રકારના આરોપોથી કોંગ્રેસમાં હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે.
નોંધનીય છે કે આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અગાઉ કહ્યું હતુ કે, ટિકિટ માગવાનો અધિકાર બધાને છે પણ ટિકિટ કપાય પછી કામીનીબાનું આ નિવેદન બનાવટી હોવાની શંકા ઉપજાવે છે. કોઈને પણ ટિકિટ વહેંચણીમાં શંકા હોય તો રઘુ શર્મા, અશોક ગેહલોત સહિતના કોંગ્રેસના મોવડી મંડળને રજૂઆત કરે. જો આરોપો જરા પણ સાબિત થતા હશે તો ગમે તેવું મોટું માથું હશે તેની સામે કોંગ્રેસ પગલા ફરી ફરિયાદ પણ કરશે.
