ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકિ છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ખુબ જામ્યો છે. ત્યારે પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે. રાજ્યમાં એવા અનેક નેતાઓ છે જે પાંચથી વધુ વખત ચૂંટણી જીત્યા હોય ,તે પક્ષ બદલે કે અપક્ષમાં ઉભા રહે તો પણ તે હારે નહી તેવી તેમની છબી છે. રાજકિયના માહિર ખેલાડી છે. આવા ગણાગાંઠ્યા ઉમેદવાર છે. આવો તેમના વિશે જાણીએ.
વડોદરાના રાજકીય નેતાઓમાં સૌથી લોકપ્રિય નેતામાં સ્થાન પામનારા નેતાની વાત કરીએ તો યોગેશ પટેલ પ્રથમ સ્થાને આવે છે. ભાજપે ફરી એકવાર આ વખતે તેમને ટિકિટ વડોદરાના માંજલપુરથી આપી છે. યોગેશ પટેલ વર્ષ 1990માં રાવપુરા બેઠકથી પહેલી વખત ચૂંટણી લડ્યા હતા ત્યારથી અત્યાર સુધી સતત 7 ટર્મ સુધી તે ચૂંટાઈ આવ્યા છે. તેઓ અગાઉ 5 વખત રાવપુરા અને 2 વખત માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે અને જીતી બતાવ્યું છે.
બીટીપીના ફાઉન્ડર અને ધારાસભ્ય છોટું વસાવા સાતવાર વિધાનસભા ચૂંટણી જીત્યા છે. ઝઘડિયા બેઠક પરથી તે જીતતા આવ્યા છે. આ વખતે પણ પાર્ટીમાં આંતરિક ઘમાસાન ચાલી રહ્યો છે ત્યારે ફરી એકવાર ઝઘડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. તેઓ 1985માં સૌથી પહેલા ચૂંટણી લડ્યા હતા પરંતુ 1990માં તેઓ જનતા દળની ટિકિટ પરથી પહેલી વખત જીત્યા હતા. તેઓ સતત આ બેઠકના ધારાસભ્ય રહ્યા છે. સ્થાનિકોમાં ખુબ લોકપ્રિય છે છોટુ વસાવા જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઈટેડ, બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)માંથી ચૂંટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે.
વડોદરાના વાઘાડિયા બેઠક પર આ વખતે ભાજપે ટિકિટ ના ફાળવતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ પણ 6 ટર્મથી ચૂટણી જીતતા આવ્યા છે. મધુ શ્રીવાસ્તવ 1995થી ધારાસભ્ય પદ સંભાળવાનો અનુભવ ધરાવે છે. તેઓના પિતા બાબુભાઈ પણ ભારતીય સેનામાં હતા. તેમના પત્ની પણ ચૂંટણી લડી ચુક્યા છે. તેમના દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.1995થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા આ જુના જોગીની ટિકિટ હાલમાં જ ભાજપે કાપી હતી. છ ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર રાજ કરનારા મધુ શ્રીવાસ્તવના રાજકીય જીવનમાં વિવાદોથી ભરપુર રહ્યો ઠછએય
બાહુબલી નેતા તરીકે છાપ ધરાવતા પ્રબુભા પ્રજામાં લોકપ્રિય છે . પબુભા 1990થી સતત દ્વારકા બેઠક જીતતા આવ્યા છે. પહેલા તેમણે શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી અને તેઓ પોતાની કારકીર્દીની ત્રણ ચૂંટણી જિત્યા પછી વર્ષ 2002માં કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી જીત્યા હતા. જોકે તે પછી ભાજપ સાથે જેમણે છેડો જોડ્યો અને તે પછી સતત ભાજપમાંથી ચૂંટણી જીતતા આવ્યા છે. આ વર્ષે પણ તેઓ પોતાની પરંપરાગત બેઠક દ્વારકા પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 115 કરોડ રૂપિયાની જંગી સંપત્તિ ધરાવતા પબુભા 66 વર્ષનના છે. છેલ્લા 32 વર્ષથી તેઓ ધારાસભ્ય પદ પર અકબંધ છે. અગાઉ તેઓ આરોગ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
ગારિયાધાર બેઠકની તો આ બેઠક પરથી કેશુભાઈ નાકરાણીને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કેશુભાઈ નાકરાણી કેશુભાઈની સરકાર વખતે મંત્રી પદ પર રહેલા અને આ બેઠક પર તેમનો દબદબો વધ્યો છે. તેમણે સૌથી પહેલા 1995માં વિધાનસભા ચૂંટણી લડી હતી. વર્ષ 2012માં તો તેમણે કોંગ્રેસના બાબુભાઈ માંગુકિયાને 53 હજાર મતોની જંગી લીડથી હાર આપી હતી. તેમની સામે હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી.
ભાવનગર બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરતાં પુરુષોત્તમ સોલંકી પણ એક અલગ દબદબો ધરાવે છે. પોતાના વિસ્તારમાં ભાઈ તરીકે ઓળખાતા પુરુષોત્તમ સોલંકી શિક્ષિત નેતાઓમાં સ્થાન પામે છે. . તેઓ ભાજપમાં 1995માં જોડાયા અને ઘોઘા બેઠક પરથી તે સમયે તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જે પછી 1998, 2002, 2007ની ચૂંટણી પણ તેઓ ઘોઘા બેઠક પરથી જીત્યા હતા. જે પછી નવા સિમાંકનમાં ઘોઘા બેઠક નાબુદ થઈ અને તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠક પર ચૂંટણી લડ્યા અને વર્ષ 2012 તથા 17માં પણ તેઓ અહીંથી જીતી ગયા હતા. 1995થી સસતત જીતનારા નેતાઓમાં પણ તેમની ગણના થાય છે.
નડિયાદ બેઠકના ઉમેદવાર પંકજ દેસાઈને કેમ ભુલાય. પંકજ દેસાઈનો આ વિસ્તારમાં જેવો દબદબો છે તેવી અહીં કોઈ નેતાની પક્કડ અત્યાર સુધી જોવા મળી નથી. આણંદના ભાદરણ ગામમાં જન્મેલા પંકજ દેસાઈ બીએસસી સુધી ભણેલા છે. પંકજ દેસાઈ 1985માં રાજકારણ સાથે સક્રિય રીતે જોડાયા અને તે પછી તેઓ નડિયાદ નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1998માં તેઓ ભાજપની ટિકિટ પરથી નડિયાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને તેના પછી તો સતત 5 ટર્મ સુધી તેઓ ભાજપના ઉમેદવાર પણ રહ્યા અને જીતીને ધારાસભ્ય પણ બન્યા છે. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પણ રહી ચુક્યા છે. હાલ પણ ભાજપે ફરી તેમના પર વિશ્વાસ મુક્યો છે અને નડિયાદ બેઠક પરથી જ તેમને રિપીટ કર્યા છે.
