ભીષણ આગ/ દિલ્હી ભગીરથ પેલેસના ઈલેક્ટ્રોનિક માર્કેટમાં લાગી ભીષણ આગ

જૂની દિલ્હીના ભગીરથ પેલેસ ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ઘટના બાદ ફાયરની 15થી 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

Top Stories India

જૂની દિલ્હીના ભગીરથ પેલેસ ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ઘટના બાદ ફાયરની 15થી 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ વિસ્તારમાં સાંકડી ગલીઓ હોવાના કારણે ફાયર બ્રિગેડને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ આખું બજાર ઈલેક્ટ્રોનિક સામાનનું છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થળ પર ધુમાડો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે થોડી જ વારમાં આગ લાગી અને ઈલેક્ટ્રોનિક સામાન સળગવા લાગ્યો. દૂરથી જોઈ શકાય છે કે આખો વિસ્તાર આગની જ્વાળાઓમાં લપેટાયેલો છે.

વેપારી વર્ગ સ્થળ પર પહોંચી રહ્યો છે. આગ પર વહેલી તકે કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસપાસ સાંકડી ગલીઓ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં આગની જ્વાળાઓ વધુ ફેલાય તેવી શક્યતા છે. બજારની અંદરની તસવીરો સામે આવી છે. દિલ્હીમાં સમયાંતરે આગની ઘટનાઓ સામે આવતી રહે છે, જેના કારણે ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉભા થાય છે.