Gujarat election 2022/ ચૂંટણીપંચને ઓફિસે 104 અને c-VIGIL પર 221 ફરિયાદ મળી

ચૂંટણીપંચે જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat election 2022)ના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા દરમિયાન મોડલ કોડ ઓફ કંડક્ટ હેઠળ કુલ 104 ફરિયાદ મળી હતી.

Gujarat

ચૂંટણીપંચે જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat election 2022)ના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા દરમિયાન મોડલ કોડ ઓફ કંડક્ટ હેઠળ કુલ 104 ફરિયાદ મળી હતી. જ્યારે સી-વિજિલ પર 221 ફરિયાદ મળી હતી.મતદાનના દિવસે ચૂંટણીપંચને 33 એલર્ટ મળી હતી. તેમા ઇવીએમ અંગે 17 એલર્ટ, ચૂંટણી બહિષ્કારની પાંચ, ટોળા અને હિંસા અંગે બે, આદર્શ આચારસંહિતા ભંગની બે તથા અન્ય એલર્ટ્સ સાત હતી.

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઇવીએમ અંગેની છ ફરિયાદો, બોગસ વોટિંગની બે, કાયદો અને વ્યવસ્થા અંગેની 30, આદર્શ આચારસંહિતા ભંગની 36 તથા અન્ય 30 ફિરયાદો મળી કુલ 104 ફરિયાદો મળી હતી. અન્ય પ્રકારની ફરિયાદોમાં ધીમુ મતદાન, બોગસ વોટિંગ અને વીજળી ગુલ થયાની ફરિયાદો મળી હતી.

19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે. પ્રથમ તબક્કાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 26,269 બેલેટ યુનિટ, 25,439 કંટ્રોલ યુનિટ અને 25,430 વીવીપેટ કાર્યરત હતા. મતદાન દરમિયાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.

દિવસ દરમિયાન 0.34 ટકા બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.32 ટકા કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 9.94 ટકા વીવીપેટ રિપ્લેસ કરાયા છે. ઇવીએમ અંગે કુલ 18 ફરિયાદ મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ પર ઉપલલબ્ધ રાખવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન પૂરુ થયાની ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી. 19 જિલ્લાની 89 બેઠકો પર 62.98 ટકા મતદાન થયું છે. આમ 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.

Public Meeting/ બીજા તબક્કાની ચૂંટણી માટે આજે PM મોદી ચાર જાહેર સભા સંબોધશે

Dr. Amiben Yagnik Road Show/ ઘાટલોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.અમીબેન યાજ્ઞિક આજે કરશે ભવ્ય રોડ શો