food poisoning/ પોરબંદરના આદિત્યાણામાં છાશ પીવાથી 18 શ્રમિકોને ફુડ પોઇઝનિંગ

પોરબંદરના આદિત્યાણામાં ફૂડ પોઇઝનિંગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આદિત્યાણાના વાડિ વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ભારે અસર થઇ હતી

Top Stories Gujarat
Porbandar
  • પોરબંદરના આદિત્યાણામાં ખોરાકી ઝેરી અસર
  • વાડી વિસ્તારમાં છાશ પીવાથી ૧૮ શ્રમિકોને ઝેરી અસર
  • શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઊલ્ટી, ચક્કર આવ્યા
  • ઝેરી દવાવાળી ડોલમાં સાફ કર્યા વિના બનાવી હતી છાસ
  • તમામ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

Porbandar      પોરબંદરના આદિત્યાણામાં ફૂડ પોઇઝનિંગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આદિત્યાણાના વાડિ વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ભારે અસર થઇ હતી. જેના લીધે આ વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. શ્રમિકોએ છાશ પીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી સતત ઉલ્ટી કરી રહ્યા હતા અને તેમને ચક્કર પણ આવતા હતા તેથી તેમને સતવ્રે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને  તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના  આદિત્યાણામાં છાશ પીવાથી ફુડ પોઇઝનિંગની ઘટના સામે આવી હતી ગઇકાલે વાડી વિસ્તારમાં છાશ પીવાના લીધે ફુડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતીમાં 18 લોકોને અસર થઇ હોવાનું બહાર આવ્યું છે પરતું આંકડો વધવાની પુરી સંભાવના રહેલી છે. જજેરી દવાવાળી ડોલને સાફ કર્યા વગર તેમાં જ છાશ બનાવી હોવાથી ફુડ પોઇઝનિંગની ઘટના ઘટી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામયો છે. અને જે અસરગ્રસ્ત છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ફુડ પોઇઝનિંગના દર્દીઓ ભારે સંખ્યામાં આવ્યા હોવાથી હોસ્પિટલ સ્ટાફે સત્વરે  અસરકારક આયોજન કરીને તેમને એડમિટ કરી લીધા હતા. હાલ તમામની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર એલર્ટ થઇ ગયું છે. આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.હાલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી રહી  છે.

Delhi MCD Election/દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

વિધાનસભા પછી લોકસભા/બીજેપીએ શરૂ કરી લોકસભા ઇલેક્શનની તૈયારીઓ, 5 ડિસેમ્બરે યોજાશે ખાસ

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

Gujarat Assembly Election 2022/અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં આવે છે આ બેઠક, આવો છે સાણંદ બેઠકનો ચૂંટણી

Gujarat Assembly Election 2022/આજે વિરોધીઓ પર વરસ્યા ઓવૈસી, કહ્યું- અમારી જીત નિશ્ચિત