Gujarat Election/ કોંગ્રેસના મલ્લિકાઅર્જુન ખડગેએ ટ્વિટ કરી પરિવર્તન માટે સૈા નાગરિકોને મતદાન કરવા કરી અપીલ

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ટ્વિટ કરીને ગુજરાતના સૌ નાગરિકોને પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરી છે

Gujarat Gujarat Assembly Election 2022

MallikaArjun Khadge: ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની 93 બેઠક પર આજે મતદાન થઇ રહ્યું છે,ત્યારે  કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ટ્વિટ કરીને ગુજરાતના સૌ નાગરિકોને પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરી છે. પરિવર્તનના ભાગ લેવા માટે અપીલ કરી છે.

બીજા તબકકામાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થશે.અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આજે થોડીવારમાં  સવારે 8.00થી સાંજના 5.00 કલાકે મતદાન શરૂ થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે. કદાચ મતદારોના મનમાં એવી હતાશા ઉભી થઈ હશે કે ભાજપ આવે કે કોંગ્રેસ બધા સરખા જ છે ને? કોંગ્રેસ તરફી હોઈએ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો તે ભાજપમાં જતો રહેવાનો છે. ભાજપના શાસનમાં વિકાસની ગુલબાંગો વચ્ચે મોંઘવારી અને બેરોજગારીનો ભરડો તો છે જ ને? ગમે તેને ચૂંટો શું ફરક પડે છે?આવી દુર્ભાવનાએ કદાચ મતદારને સુસ્ત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હશે, તેમ લોકો સાથે વાતચીત કરતાં લાગી રહ્યું છે.

આ વખતે ચૂંટણીમાં નવા 4,75,228 મતદારો વધ્યા છે.તેની સામે 5.5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. 2017માં 2012ની ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. શિક્ષણ વધ્યુ, લોકજાગૃતિ વધી, ચૂંટણીપંચ અને સમૂહ માધ્યમોએ સતત અપીલો કરી, છતાં મતદાન ઘટ્યું તે બાબત ગંભીર છે.

Gujarat Election/વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો આ મતદાન મથક પર મત નાંખશે,જાણો