સુરત મહાનગર પાલિકામાં કોરોનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા વેક્સિન અને ટેસ્ટીંગની કામગીરી પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તમામ આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. ત્યારે સુરતનો લોકો કોરોનાને ગંભીરતાથી લઇને કોરોનાનો બુસ્ટર ડોઝ લેવા આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે.ત્યારે તંત્ર દ્વારા સુરત એરપોર્ટ પર મુસાફરીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આમ સુરતમાં તંત્ર દ્વારા કોરોનાની લહેર આવતા પહેલા જ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.
કોરોનાના સંક્રમણને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તો કોરોનાના સંક્રમણને લઈને રાજ્યોનો આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ગયો છે. સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા તૈયારી તો કરવામાં આવી છે પરંતુ બીજી તરફ છેલ્લા બે ત્રણ દિવસમાં વેક્સીન લેનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. સુરત શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર પર કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો મૂકવામાં આવ્યો છે અને કોઈપણ વ્યક્તિ જે વેકસીન લેવા માટે આવે તે વેક્સિન વગર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સદીની સિઝનમાં ફરી એક વખત લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે તેની ગંભીરતા સમજીને લોકો પણ કોરોનાનો બુસ્ટર ડોઝ લેવા માટે પાલિકાના આરોગ્ય કેન્દ્ર બહાર લાઈનો લગાવી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ટેસ્ટિંગની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પરથી જે પણ મુસાફર આવે છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભાજપ માટે ગુજરાતની સફળતામાં શું સંદેશ? આવો જાણીએ આ અહેવાલમાં
આ પણ વાંચો:શિયાળાની કડકડતી ઠંડીમાં કસરત બુસ્ટર ડોજ સમાન, શહેરીજનો આ રીતે માની રહ્યા છે આનંદ
આ પણ વાંચો:અદાણી ગ્રુપની કંપનીઓના શેરની ખરાબ હાલત, 4 દિવસમાં 1.70 લાખ કરોડ સ્વાહા
