Amit shah: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન શાહે Amit shah વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે સામ્યવાદી સરકાર ત્રિપુરાના કર્મચારીઓને 5માં પગાર પંચમાં સામેલ કરીને બેઠી હતી અને બિપ્લબભાઈએ તેમને 7મું પગાર પંચ આપ્યું હતું. દેશમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ અને દુનિયામાં સામ્યવાદી ખતમ થઈ ગયો.
સામ્યવાદીઓની સરકારમાં સમસ્યાઓ ઉકેલાતી ન હતી. શાહે Amit shahવધુમાં કહ્યું હતું કે, “2018ની ચૂંટણી ત્રિપુરાને સામ્યવાદીઓના કુશાસનમાંથી મુક્ત કરવાની ચૂંટણી હતી. સામ્યવાદીઓએ અહીં લગભગ ત્રણ દાયકા સુધી શાસન કર્યું, પરંતુ ત્રિપુરાની સમસ્યાઓનું નિરાકરણ થયું ન હતું.” તેમણે કહ્યું કે તમારો પ્રેમ જણાવે છે કે આગામી સરકાર ભાજપની જ બનવાની છે. સામ્યવાદીઓએ અહીં લગભગ ત્રણ દાયકા સુધી શાસન કર્યું, પરંતુ ત્રિપુરાની સમસ્યાઓનું સમાધાન ન કર્યું.
Amit shahકહ્યું કે એવું ત્રિપુરા બનવું પડશે જ્યાં દરેક યુવકને પોતાના રાજ્યમાં કામ મળે, દરેક મહિલાને સુરક્ષા મળે, દરેક આદિવાસી સમુદાયના લોકોને તેમના અધિકારો મળે. આપણે આવું અદ્યતન, શ્રેષ્ઠ અને સમૃદ્ધ ત્રિપુરા બનાવવું છે. અંધકારને બદલે શક્તિ આપી છે, વિનાશને બદલે વિકાસ આપ્યો છે, વિવાદને બદલે વિશ્વાસ આપ્યો છે. બેડ ગવર્નન્સની જગ્યાએ ગુડ ગવર્નન્સ આપવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ દુવિધાને બદલે સુવિધા આપવાનું કામ કર્યું છે.
શાહ Amit shah ગુરુવારે બપોરે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચ્યા હતા. શાહ બુધવારે સાંજે અહીં પહોંચવાના હતા, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે પ્લેનને ગુવાહાટીમાં લેન્ડ કરવું પડ્યું હતું. અમિત શાહ Amit shah જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડી આપશે.
Amit shah જન વિશ્વાસ યાત્રા ઉત્તર ત્રિપુરાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરાના સબરૂમથી એક સાથે શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને સ્થળોએ પ્રથમ દિવસે 50 હજારથી વધુ ભાજપના કાર્યકરો ભાગ લેશે. આ જનવિશ્વાસ રથયાત્રા તમામ મતવિસ્તારોમાં જઈને કાર્યકર્તાઓ સુધી પહોંચશે અને 2018માં સરકારની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો વિશે જણાવશે. Amit shah આ યાત્રાને આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની યોજના તરીકે જોવામાં આવી રહી છે. 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ યાત્રામાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે.
Samya Panchal/અમદાવાદની ફક્ત 9 વર્ષીય સામ્યાએ માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કર્યો
પુત્રીને શારીરિક અડપલા કરતા પિતાને હાઇકોર્ટની ફટકાર
હવે ગુજરાતમાં પ્રદર્શન કરતા પહેલા ચેતી જજાે,રાષ્ટ્રપતિએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને આપી મંજૂરી
