New Chief Secretary / ગુજરાતને મળશે ટૂંક સમયમાં નવા મુખ્ય સચિવ, આ ત્રણ નામ છે મોખરે,જાણો

ગુજરાતમાં નવા મુખ્ય સચિવ ટૂંક સમયમાં મળી જશે, હાલના સચિવનો કાર્યકાળ 31મી જાન્યુઆરી પૂરો થઇ રહ્યો છે, આ અંતગર્ત કોને મુખ્ય સચિવ તરીકે પસંદ કરવામાં આવશે

Top Stories Gujarat
New Chief Secretary
  • ગુજરાતને જલ્દી મળશે નવા મુખ્ય સચિવ
  • પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુ.એ થાય છે પૂરો
  • એસ અપર્ણા, મુકેશ પુરી, રાજકુમારના નામ મોખરે
  • એસ અપર્ણા હાલ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર

New Chief Secretary    ગુજરાતમાં નવા મુખ્ય સચિવ ટૂંક સમયમાં મળી જશે, હાલના સચિવનો કાર્યકાળ 31મી જાન્યુઆરી પૂરો થઇ રહ્યો છે, આ અંતગર્ત કોને મુખ્ય સચિવ તરીકે પસંદ કરવામાં આવશે તેની હાલ કવાયત ચાલી રહી છે. નવા સચિવ તરીખે હાલ ત્રણ નામ મોખરે છે. જેમાં એસ. અર્પણા, મુકેશ પુરી, અને રાજકુમારના નામ મોખરે છે. જેમા  એસ અર્પણા કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે. આ અંગે એવી પણ પુરી શકયતા રહેલી છે કે બજેય સત્ર હોવાથી પંકજ કુમારને વધુ એક એક્સટેન્શન મળી શકે છે.

નોંધનીય છે કે 31મી જાન્યુઆરીએ પંકજ કુમારનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો હોવાથી હાલ નવા સચિવની પસંદગી માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.જરાતમાં ચૂંટણી પછી વયનિવૃત્ત થનારા હાલના ચીફ સેક્રેટરી પંકજકુમારના સ્થાને દિલ્હીમા ડેપ્યુટેશન પર ગયેલા એસ. અપર્ણા કે હાલના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર વચ્ચે સ્પર્ધા છે. જોકે, 1986ની બેચના અધિકારી વિપુલ મિત્રાને પણ આ સુપ્રીમ પોસ્ટનો લાડવો મળી શકે તેમ છે, કેમ કે તેઓ જુલાઇ 2023માં વયનિવૃત્ત થવાના છે. જોકે હાઇકમાન્ડ એટલે કે પીએમઓ અપર્ણા કે રાજકુમાર પર પસંદગીનો કલશ ઢોળે તેવી ચર્ચા છે. જોકે, સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે પંકજકુમાર જાન્યુઆરી 2023માં નિવૃત્ત થવાના છે પરંતુ જાન્યુઆરી પછી બજેટ સત્ર આવતું હોવાથી તેમને વધુ એક એક્સટેન્શન મળે તો નવાઇ નહીં.

ઉલ્લેખનીય છે કે સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે પંકજકુમાર જાન્યુઆરી 2023માં નિવૃત્ત થવાના છે પરંતુ જાન્યુઆરી પછી બજેટ સત્ર આવતું હોવાથી તેમને વધુ એક એક્સટેન્શન મળે તો નવાઇ નહીં.

NEW FEATURE/WhatsAppની નવા વર્ષની ભેટ,ઇન્ટરનેટ વગર પણ ચેટ કરી શકશો,આ રીતે કરો ઉપયોગ

યોજના/ મફત રાશન બાદ હવે મોદી સરકાર આપશે આ વસ્તુ ફ્રી,આ શાનદાર યોજના વિશે જાણો

CRASH/ મધ્યપ્રદેશના રીવા મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા ક્રેશ,સીનિયર પાઇલટનું મોત, એકની હાલત ગંભીર

Statue Of Unity/સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિન્ટેજ કારનો જમાવડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર