- અબુધાબીના રાજવી પરિવારનો હોવાની બનાવટ કરી શખ્સ ફાઇવસ્ટાર હોટેલમાં 4 મહિના રોકાયો
- હોટેલના સ્ટાફને યુએઇના રહેવાસી કહીને વિશ્વાસમાં લીધો
- કાગળિયા સાચા બતાવતા સ્ટાફને વિશ્વાસ આવ્યો
- હોટેલ સ્ટાફનો અનેક વસ્તુઓની ચોરી કરી હોવાનો દાવો
એક (Fraud) વ્યક્તિએ અબુ ધાબીના રાજવી પરિવારના કર્મચારી હોવાનો ઢોંગ કરીને દિલ્હીની એક લક્ઝરી હોટલમાં ચાર મહિના રોકાયો હતો અને ગાયબ થયો તેપહેલા ફાઇવ સ્ટાર હોટેલને 23 લાખમાં નવડાવી હતી. દિલ્હી પોલીસ (Fraud) મોહમ્મદ શરીફને શોધી રહી છે, જેના પર શનિવારે લીલા પેલેસ હોટેલ મેનેજમેન્ટની સાથે છેતરપિંડી અને ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. શરીફે પહેલી ઓગસ્ટના રોજ લીલા પેલેસના રૂમમાં એન્ટ્રી કરી હતી અને 20 નવેમ્બરના રોજ શાંતિપૂર્વક બહાર નીકળી ગયો. હોટેલ સ્ટાફનો દાવો છે કે તેણે રૂમમાંથી ચાંદીના વાસણો અને મોતીની ટ્રે સહિત અનેક વસ્તુઓની ચોરી કરી હતી.
આ પણ વાંચોઃ ચંદીગઢમાં આમ આદમી પાર્ટીને એક મતથી હરાવીને ભાજપના ઉમેદવારે મેયર બન્યા
ઑગસ્ટમાં હોટલ પર પહોંચ્યા પછી, Fraud શરીફે સ્ટાફને કહ્યું હતું કે તે UAEનો રહેવાસી છે અને અબુ ધાબીના શાહી પરિવારના શેખ ફલાહ બિન ઝાયેદ અલ નાહયાન સાથે નજીકથી કામ કરે છે. તેણે કહ્યું કે તે શેખ સાથે અંગત રીતે કામ કરતો હતો અને સત્તાવાર રીતે ભારતમાં હતો. તેણે તેની વાતોને સમર્થન આપવા માટે બિઝનેસ કાર્ડ, યુએઈ રેસિડેન્ટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ બનાવ્યા. તે નિયમિતપણે હોટલના સ્ટાફ સાથે યુએઈમાં તેના જીવન વિશે વાતચીત કરતો હતો.
આ પણ વાંચોઃ હેલ્મેટ પહેરવાનું ચાલું કરી દેજો નહિતર મુશ્કેલીમાં મૂકાશો, હાઇકોર્ટે હેલ્મેટ મુદ્દે સરકારની કરી ટીકા
પોલીસ આ દસ્તાવેજો નકલી હોવાની આશંકા સાથે તપાસ કરી રહી છે. તેમના ચાર મહિનાના રોકાણ માટે રૂમ અને સેવાઓનું બિલ ₹35 લાખ હતું. તેણે ₹11.5 લાખ ચૂકવ્યા અને બાકીની રકમ ચૂકવ્યા વિના જ નીકળી ગયો. તેણે સ્ટાફને 20 નવેમ્બરના રોજ ₹ 20 લાખનો ચેક આપ્યો હતો, જે દિવસે તે હોટેલમાંથી ભાગી ગયો હતો. દિલ્હી પોલીસ વ્યક્તિની ઓળખ માટે સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે.
આ પણ વાંચોઃ
હોશિયારપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક
બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ગોળીબારમાં બેના મોત
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનના ઠેકાણા વિશે ભાણજાએ કર્યો મોટો ખુલાસો,કરાંચીના આ વિસ્તારમાં છુપાયો છે
