- તપાસ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કરતાં થયું એન્કાઉન્ટર
- બડગામમાં ટાટા સુમોમાં મુસાફરી કરતાં આતંકવાદીઓને અટકાવવા જતાં થયું એન્કાઉન્ટર
- ભાગી છૂટેલા આતંકવાદીઓને પકડવા ચાલતુ તપાસ અભિયાન
Encounter જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. મંગળવારે સવારે બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મોટું Encounter થયું હતું. આ Encounter માં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન કેટલાક આતંકીઓ નાસી છૂટ્યા હતા. બાકીના આતંકવાદીઓને શોધવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ યુએસની વિદેશી વિદ્યાર્થીઓ માટે ઝડપી વિઝાની યોજના
આતંકવાદીઓ ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, Encounter આતંકવાદીઓ ટાટા સુમો ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા. Encounter પૂર્વે જવાનો બ્લોક પર વાહનોની તલાશી લેતા હતા. આ દરમિયાન ટેક્સી ડ્રાઈવરને રોકવાનો ઈશારો કર્યો. ત્યારબાદ કારની અંદર બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. તે જ સમયે, જવાનોએ પોતાનો બચાવ કર્યો અને ફાયરિંગમાં બે આતંકવાદીઓનું Encounter કર્યુ.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે આ નેતાની કોંગ્રેસે કરી વરણી
Encounter માં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પુલવામાના હતા. કાશ્મીરના ADGPએ આતંકીઓ વિશે વધુ વિગતો આપી છે. તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે થઈ છે. એન્કાઉન્ટરમાં મૃત્યુ પામનારા બંને આતંકવાદીઓ પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તાજેતરના દરમિયાન બંને આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં બે સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.
ઉલ્લેખનીય છે કે સરકાર માટે હવે પાક પ્રશિક્ષિત નહી પણ સ્થાનિક આતંકવાદીઓ ચિંતાનો વિષય છે. સરકાર સ્થાનિક સ્તરે આતંકવાદને ડામવા માટે તપાસની સાથે સામાજિક અભિયાન પણ ચલાવી રહી છે. તેની સાથે રોજગારીમાં પણ વધારો કરવાના પ્રયત્નો સરકારે આદર્યા છે. સરકારનું માનવું છે કે હાલમાં શ્રીનગરને રેલવે દ્વારા જોડવાની ચાલતી પ્રક્રિયા વર્ષાંતે પૂરી થવાના પગલે સ્થાનિક સ્તરે રોજગારી અને પ્રવાસન બંનેમાં મોટો ઉછાળો આવશે.
આ પણ વાંચોઃ
યેદિયુરપ્પાની મોદી સાથે સૂચક મુલાકાતઃ કોનું સિંહાસન ડોલશે
ગુજરાતમાં G-20 સમિટની તડામાર તૈયારીઓ શરૂ, નોડલ ઓફિસરની કરવામાં આવી નિમણૂક
