Political controversy: પશ્ચિમ બંગાળમાં યોજાનારી માધ્યમિક પરીક્ષા પહેલા પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ટેસ્ટ પેપરમાં જમ્મુ અને કાશ્મીરના એક ભાગને “આઝાદ કાશ્મીર” લખવાને લઈને વિવાદ ઉભો થયો છે. “આઝાદ કાશ્મીર” એ પાકિસ્તાન દ્વારા વપરાતો શબ્દ છે, જે તે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (POK) માટે વાપરે છે. આથી બંગાળ સરકારના બોર્ડ ઓફ એજ્યુકેશનના ટેસ્ટ પેપરમાં પાકિસ્તાનનો પક્ષ કેમ લેવામાં આવ્યો તે મુદ્દે રાજકીય વિવાદ શરૂ થયો છે.
1.1 The #MamataGovt is a supporter of the separatist forces
Check the Marked Section of History Question Paper on page 132 in Madhyamik Test Paper 2023. Students have been asked to identify the part of Pakistan occupied Kashmir as Azad Kashmir. pic.twitter.com/1c2npeR0Um
— Dilip Ghosh (@DilipGhoshBJP) January 17, 2023
ભાજપના નેતાઓનું કહેવું છે કે (Political controversy) મમતા સરકારે વિદ્યાર્થીઓને પેજ નંબર-132 પર ઈતિહાસના ટેસ્ટ પેપરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ભાગને “આઝાદ કાશ્મીર” તરીકે ઓળખવા કહ્યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ટેસ્ટ પેપરના સ્ક્રીનશોટ શેર કર્યા છે. બંગાળના બીજેપી નેતા દિલીપ ઘોષે ટ્વીટ કર્યું કે મમતા સરકાર અલગતાવાદી દળોની સમર્થક છે. બંગાળના શિક્ષણ મંત્રીએ કહ્યું- તપાસ કરીને કાર્યવાહી કરશે ટેસ્ટ પેપરમાં “આઝાદ કાશ્મીર” બતાવવાના વિવાદ વચ્ચે, બંગાળના શિક્ષણ પ્રધાન બ્રત્યા બાસુએ કહ્યું છે કે તેમણે બોર્ડને આ મુદ્દે કડક પગલાં લેવા કહ્યું છે. પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષે પણ આ જ વાત કહી છે. તેમણે કહ્યું કે આ મામલે જરૂરી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
બીજેપી નેતા દિલીપ ઘોષે ટ્વીટ કર્યું, “બંગાળ સરકારના ઈતિહાસનું પ્રશ્નપત્ર જુઓ, સેકન્ડરી ટેસ્ટ પેપર 2023ના પેજ 132 પર શું લખ્યું છે. વિદ્યાર્થીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ભાગને આઝાદ કાશ્મીર તરીકે ઓળખવા માટે કહેવામાં આવ્યું છે.
