- એડિટર્સ ગિલ્ડને દહેશતઃ સરકારનો પ્રયાસ પ્રેસની સ્વતંત્રતા મર્યાદિત કરવાનો
- સરકારનો દાવોઃ બેફામ બનેલા સોશિયલ મીડિયા પર અંકુશ લાદવાનો અમારો પ્રયાસ
- ફેક ન્યૂઝને કોઈપણ રીતે અધિકૃત થવા ન દેવા માટે અમે મક્કમઃ સરકાર
Fake News સરકાર માહિતી અને પ્રસારણના મોરચે નવો કાયદો લાવી રહી છે. આ કાયદા મુજબ કોઈ ન્યૂઝ Fake News જાહેર થાય તેને ઇન્ટરનેટ મીડિયા પરથી હટાવવા પડશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોમાં સુધારો કરવા માટે આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ દરખાસ્તો અનુસાર, કેન્દ્ર સરકાર ફેક ન્યૂઝ જાહેર થયેલી કોઈપણ માહિતીને ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવાની મંજૂરી આપશે નહીં. આ પગલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા મોટી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ પર લગામ લગાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી મુંબઈને 38000 કરોડની યોજનાઓ આજે ભેટ આપશે
ડ્રાફ્ટ મુજબ, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અથવા સરકાર દ્વારા ફેક્ટ-ચેક માટે અધિકૃત સરકારની અન્ય કોઈપણ એજન્સી અથવા વિભાગ દ્વારા નકલી અથવા ખોટી તરીકે ચિહ્નિત કરવામાં આવેલી કોઈપણ માહિતી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારપછી, ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ અથવા અન્ય ઓનલાઈન મધ્યસ્થીઓ એ સુનિશ્ચિત કરવા માટે વાજબી પ્રયાસો કરશે કે વપરાશકર્તાઓ આવી માહિતી હોસ્ટ, પ્રદર્શિત, અપલોડ, સંશોધિત, પ્રકાશિત, પ્રસારિત, સંગ્રહ, અપડેટ અથવા શેર ન કરે.
આ પણ વાંચોઃ સાઇબેરિયામાં 21 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટયો, જાણો લઘુતમ તાપમાન કેટલું નોંધાયું,
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ સરકારને નિયમોમાંથી નવા સુધારા દૂર કરવા વિનંતી કરી છે. ગિલ્ડનું કહેવું છે કે પ્રેસની સ્વતંત્રતાને નબળી કરતો નિર્ણય સરકાર આ નિર્ણય એકલી ન લઈ શકે. આ માટે તેણે પ્રેસ સંસ્થાઓ, મીડિયા સંસ્થાઓ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ શરૂ કરવો જોઈએ. આ બાબતને લઈને આગામી સમયમાં સરકાર અને એડિટર્સ ગિલ્ડ વચ્ચે સંઘર્ષ જોવા મળી શકે છે. એડિટર્સ ગિલ્ડ સરકારના આ પગલાંને પ્રેસની સ્વતંત્રતાને મર્યાદિત કરવાના પગલાં તરીકે જુએ છે. તેની સામે સરકારનું કહેવું છે કે તેનો હેતુ કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવાનો છે. કોઈની પણ સ્વતંત્રતા પર તેઓ કોઈપણ પ્રકારની તરાપ મારવા માંગતા નથી. તેની સાથે તે પણ હકીકત છે કે બેફામ બની રહેલા સોશિયલ મીડિયા પર અમે અંકુશ લગાવવા માંગીએ છીએ. સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર માહિતીના પ્રસારણને લઈને અંકુશ લાદવામાં ન આવ્યો તો તે ફેક ન્યૂઝ ફેલાવવાનું મોટું માધ્યમ બની જશે.
આ પણ વાંચોઃ
