પાયલોટ અને યુટ્યુબર ગૌરવ તનેજા (Pilot and YouTuber Gaurav Taneja) સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો છે. તેમની યુટ્યુબ ચેનલનું નામ ફ્લાઈંગ બીસ્ટ (Flying Beast) છે અને તે ચેનલ પર 7.8 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ગૌરવ તનેજાનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં થયો હતો. તેણે પોતાનો મૂળભૂત અભ્યાસ કાનપુરથી જ કર્યો, ત્યારબાદ તેણે ઉચ્ચ શિક્ષણ માટે આઈઆઈટી ખડગપુરમાં પ્રવેશ મેળવ્યો. ગૌરવ તનેજાનું જીવન એક સામાન્ય માણસ જેવું છે, તે પોતાની યુટ્યુબ ચેનલ પર વ્લોગિંગ દ્વારા પોતાનું જીવન શેર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે ઉડાન ભરી રહ્યો નથી, તેથી તે પોતાનો બધો સમય પરિવાર સાથે વિતાવી રહ્યો છે. ગૌરવ તનેજાએ ઘણી એરલાઈન્સ સાથે કામ કર્યું છે.
24 જાન્યુઆરી 2023ના રોજ, ગૌરવ તનેજા અને તેની પત્ની રિતુ રાઠી તનેજાએ જાહેરાત કરી કે તેઓ 74મા પ્રજાસત્તાક દિવસના અવસરે આકાશમાં ભારતનો નકશો દોરશે. એક વીડિયોમાં તેમણે કહ્યું કે આ પહેલ રાષ્ટ્રના નામે હશે. તેમણે આ પહેલને #AasmanMeinBharat નામ આપ્યું છે.
On this Republic Day, our small effort, dedicated to our Nation, Bharat.#AasmanMeinBharat #HappyRepublicDay@captriturathee pic.twitter.com/iK02iC3JvL
— Gaurav Taneja (@flyingbeast320) January 23, 2023
#AasmanMeinBharat એ ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ એવું મિશન હશે જ્યાં એક ભારતીય આકાશમાં ભારતનો સૌથી મોટો નકશો બનાવવાનો અનોખો ઈતિહાસ રચવાનું લક્ષ્ય હાંસલ કરશે. 12 વર્ષ અને 6000 કલાકનો ઉડ્ડયન અનુભવ ધરાવતા પાયલોટ તનેજા લગભગ 200 નોટિકલ એરમાઈલ એટલે કે લગભગ 350 કિલોમીટરનું અંતર આકાશમાં કાપીને લગભગ 3 કલાકમાં મિશન પૂર્ણ કરશે. રડાર ઇમેજ પર ફ્લાઇટ ટ્રેકિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર 139 કરોડ ભારતીયો દ્વારા આકાશમાં સમગ્ર પ્રવાસને લાઇવ ટ્રેક કરવામાં આવશે.
@flyingbeast320 what a man you are made the Indian Map on sky #AasmanMeinBharat pic.twitter.com/dJ4Mm33LpR
— Piyush Patnaik (@Piyush_legionP) January 24, 2023
તનેજાએ 2020 માં ઉડ્ડયન કારકિર્દી છોડવી પડી હતી, જો કે, તેણે જીવનમાં અવરોધો હોવા છતાં ઉડવાનું સ્વપ્ન ક્યારેય છોડ્યું નહીં. મિશન #AasmanMeinBharat એ તેમની સતત મુસાફરી અને ઉડવાના અનંત જુસ્સાનું પરિણામ છે. આ મિશન દેશને શ્રદ્ધાંજલિ અને ભારતના સૌથી મોટા નકશાની રૂપરેખા સાથે ભારતને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ હશે, જે ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ હશે.
આ પણ વાંચો:પાલિકાના ઢોર ડબ્બામાં ગૌવંશના મોતને લઈ ગરમાયું રાજકારણ, વિપક્ષે કર્યા આક્ષેપો
આ પણ વાંચો:13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં ગરિમાપૂર્ણ ઉજવણી
આ પણ વાંચો:વલસાડમાં બુલેટ ટ્રેન માટે બુલેટ ગતિએ થઈ રહ્યો છે પ્રથમ રેલ્વે બ્રિજ
