અરવલ્લી/ મરચામાં આવ્યો નવો વાયરસ, ખેડૂતોની હાલત બની કફોડી

અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બાગાયતી પાક કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક ઉગીને તૈયાર થઇ ગયો છે

Gujarat Others
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે કેપ્સિકમ માર્ચનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેપ્સિકમ મરચામાં  આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને માત્ર 35 ટકા જ ઉતારો આવતા વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બાગાયતી પાક કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક ઉગીને તૈયાર થઇ ગયો છે તેવામાં પાકમાં વાયરસ આવતા પાકના ઉત્પાદન ઉપર અસર થઇ છે વાયરસના કારણે પાકના પણ સુકાઈ જવા ઉપરાંત મુરજાઈ જતા મરચાની સાઈઝ પણ મોટી થતી નથી અને સુકાઈ જાય છે જેથી ખેડૂતો પરેશાન છે.ખેડૂતોએ ચાલુ સાલે અન્ય પાકોના બદલે બાગાયતી પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી પરંતુ સતત  વાતાવરણને પગલે પાકમાં આવેલા વાયરસે ખેડૂતોને રોવડાવ્યા છે.

જિલ્લામાં સૌથી વધુ કેપ્સિકમ મરચાં નું વાવેતર જિલ્લાના ભિલોડા તાલુકાના ગદાદર કંપાના 30 ખેડૂતોએ 250 વીઘા જમીનમાં કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ અંદાજે 1 લાખ જેટલો ખર્ચ કરી વાવેતર કર્યા બાદ હાલ પાક તો તૈયાર થયો પણ એક લાખ ખર્ચની સામે માત્ર 35 હજારના કેપ્સિકમ મરચાનો ઉતારો મળી રહ્યો છે જેથી ખેડૂતો પરેશાન છે બીજી તરફ ચાલુ સાલે ખાતર ખેડ બિયારણ તેમજ વોટર સોલેબલ જે ગયા વર્ષે 2 હજારમાં મળ્યું હતું જે ચાલુ વર્ષે 4 હજાર થઇ ગયા છે જ્યારે મરચાના ભાવ પણ પોષણ ક્ષમ નથી મળી રહયા ગયા વર્ષે 25 રૂપિયે કિલો હતા ત્યારે ચાલુ સાલે માત્ર 5 થી 7 રૂપિયે કિલો વેચાઈ રહયા છે જેથી ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે અને મરચાના વાવેતરમાં મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

જિલ્લાના કેટલાક ખેડૂતોએ રોકડીયા પાક સમજી કૈંપ્સીકમનું વાવેતર કર્યું પણ વાયરસ આવતા કેટલાક ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલો પાક ઉપર કલ્ટીવેટર ફેરવી દઈ જમીન પુનઃઅન્ય પાક માટે તૈયાર કરી છે ત્યારે ચાલુ સાલે માર્ચમાં આવેલા વાયરસ , ભાવમાં ઘટાડો જેવા કારણોએ ખેડૂતોને ખરેખર રોવડાવ્યા છે.

આ પણ વાંચો:પાટનગરમાં કબૂતરબાજો એક કરોડ લઈને રફ્ફુચક્કર…

આ પણ વાંચો:અંધશ્રદ્ધા હજી પીછો છોડતી નથી, વધુ એક બાળકી બની શિકાર

આ પણ વાંચો:‘ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત’ને પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમ