સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પાલિકા દ્વારા 2017માં 29 લાખ રુપિયાના ખર્ચે નાખવામાં આવેલા ટ્રાફિક સિગ્નલનો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. સ્થાનિક અને વિપક્ષ દ્વારા આરોપ લગાવામાં આવી રહ્યો છે. કે આ ટ્રાફિક સિગ્નલ કોઈ દિવસ ચાલુ જ કરવામાં નથી આવ્યા. હિંમતનગરના મોતીપુરા ન્યાય મંદિર અને મહાવીર નગર વિસ્તારમાં આ ટ્રાફિક સિગ્નલ લગાવામાં આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યા રહે છે. ત્યારે પાલિકા દ્વારા આ ટ્રાફિક સિગ્નલને ચાલુ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર ટ્રાફિક સમસ્યાઓ ને લઈ સાનિકો પરેશાન બની ચૂક્યા છે જોકે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા વર્ષ 2017 માં અંદાજિત 29 લાખ રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા હતા. શહેરના ભાડ ભીડ વારા અલગ અલગ ત્રણ વિસ્તારોમાં લગાવેલ ટ્રાફિક સિગ્નલ હાલતો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જોકે શહેરના આ ટ્રાફિક વાળા વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા મેન્યુઅલી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે મોતીપુરા ન્યાય મંદિર અને મહાવીર નગર વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા જોકે વર્ષ 2017 પછી ટ્રાફિક સિગ્નલ થકી ટ્રાફિકનો નિયમન એક પણ વાર થયું નથી ત્યારે લાખો રૂપિયાનો ભેળ થયો હોય તેવું સ્થાનિકો અને વિપક્ષ અનેક વાર આક્ષેપ કરી ચૂક્યું છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.

હિંમતનગર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી રહી છે તેને નિયંત્રણ કરવા માટે ટી આર બી જવાનું ને અલગ અલગ પોઇન્ટ પર ખડકી દેવામાં આવે છે પરંતુ વર્ષો અગાઉ પાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે લગાવેલ Traffic signal કાર્યરત કરી પોલીસ વિભાગની સોંપવામાં આવ્યા હતા પરંતુ થોડાક જ દિવસોમાં ટ્રાફિક સિગ્નલમાં ટેકનિકલ ખામી સર્જવાની લઈને ટ્રાફિક સિગ્નલો બંધ પડી ગયા હતા ત્યારબાદ પાલિકા દ્વારા તેના મેન્ટેનન્સ માટેની કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી અને હવે પાલિકા સત્તાધીશો સમગ્ર મામલો પોલીસ પર દોરી રહ્યા છે જોકે ટ્રાફિક સિગ્નલ નું ટેન્ડરિંગ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું અને જેની લાયાબિલિટી ત્રણ વર્ષની હતી છતાં પણ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારનો ફોલોઅપ લીધું નહોતું અને જેને લઈને હાલ તો પ્રજાના ટેક્સના પૈસા વ્યર્થ થયા છે.

પાલિકા પ્રશાસન દ્વારા લગાવેલ Traffic signals બંધ હાલતમાં છે જોકે તેને ચાલુ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકાની તસ્દી અત્યાર સુધી લીધી નથી જોકે પાલિકા પ્રમુખ બચાવ કરતા હવે પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા બેઠક કરી યોગ્ય નિકાલ લાવવા માટેની વાતો કરી રહ્યા છે.
આ પણ વાંચો:અશાંતધારા મુદ્દે રાંદેર ગોરાટ વિસ્તારની 4 સોસા.ના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન
આ પણ વાંચો:છત વગરનું ભણતર, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા બાળકો
આ પણ વાંચો:ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર
