દોહા જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈને આ જાણકારી આપી છે. એરલાઈને માહિતી આપી છે કે વિમાનમાં સવાર એક મુસાફરનું મોત થયું છે.
એરલાઈન્સે જણાવ્યું કે મેડિકલ ઈમરજન્સીના કારણે દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E-1736ને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવી હતી. તે પ્રકાશમાં આવ્યું છે કે મુસાફરને કરાચીથી તબીબી સારવાર આપવામાં આવી હતી.
Doha bound IndiGo flight diverted to Pakistan's Karachi due to a medical emergency onboard, says an airline official to ANI. pic.twitter.com/KuVJoIJmwm
— ANI (@ANI) March 13, 2023
ફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી. એરલાઈન્સનું કહેવું છે કે દુર્ભાગ્યવશ પેસેન્જરને એરપોર્ટ પર પહોંચતા જ એરપોર્ટ મેડિકલ ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એરલાઈને કહ્યું કે તે સંબંધિત અધિકારીઓ સાથે મળીને વિમાનના અન્ય મુસાફરોને શિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે કામ કરી રહી છે.
આ પણ વાંચો: સાવધાનઃ ફરીથી બિલ્લીપગે પગપેસારો કરતો કોરોના, સાત દિવસમાં કેસો બમણા થયા
આ પણ વાંચો:“નાટુ નાટુ આવનારા વર્ષો સુધી યાદ રહેશે”: ઓસ્કર જીત પર PM
આ પણ વાંચો:કેરળના CM પિનરાઈ વિજયને શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવા પર પાઠવ્યા અભિનંદન
આ પણ વાંચો:શરદ પવારનો ભાજપ પર પ્રહાર,આદિવાસીઓને વનવાસી કહેવું અપમાનજનક…’
આ પણ વાંચો:મૌલાના તૌકીર રઝાના વિવાદાસ્પદ નિવેદન,જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું..
