હૈયાફાટ રૂદન/ ‘અંતિમ’ સ્નાન, ગોધરાના ખાડી ફળિયાનો બાળક દેવ તલાવડીમાં ડૂબ્યો

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારની તો આ નાડીયાવાસ ખાતે રહેતો એક દસ વર્ષનો બાળક તળાવમાં નાહવા માટે ગયો હતો. જોકે તરતા તરતા ઘણો આગળ નિકળી ગયો હતો અને આ તળાવના દલદલમાં ફસાઈ ગયો હતો.

Gujarat Others
ગોધરાના

રાજ્યમાં અવારનવાર અકસ્માતે મોતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં આવી જ એક ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં દેવ તલાવડી આવેલી છે. આ તલાવડીમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે આ તલાવડીમાં કેટલાક બાળકો જોડે નાહવા માટે ગયા હતા, જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે.  ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકના મૃતદેહને જોતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

પાણીમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો

મળતી માહિતી અનુસાર, ગોધરાના ખાડી ફળિયા વિસ્તારની તો આ નાડીયાવાસ ખાતે રહેતો એક દસ વર્ષનો બાળક તળાવમાં નાહવા માટે ગયો હતો. જોકે તરતા તરતા ઘણો આગળ નિકળી ગયો હતો અને આ તળાવના દલદલમાં ફસાઈ ગયો હતો. બાળક પાણીમાં ગરકાવ થઈ જતા તેને બચાવવા માટે એક ભાઈએ કોશિશ કરી હતી, પરંતુ તલાવડી એટલી ઊંડી અને દલદલ ભરેલી હતી કે, એ ભાઈ અંદર ના જઈ શક્યો. જેથી તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી.

માતાનું દિલ હચમચાવી નાખે એવું આક્રંદ

ફાયર વિભાગની ટીમે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ તેઓ દક્ષને બચાવવામાં અસફળ રહ્યાં હતા. તળાવના દલદલમાંથી દક્ષનો મૃતદેહ મળી આવ્યો હતો. દક્ષ તળાવમાં ડુબ્યો હોવાની જાણ થતાં માતા-પિતા અને પરિવારજનો પહોંચ્યા હતા. પોતાના વ્હાલસોયા દક્ષને મૃત અવસ્થામાં જોઇને માતા-પિતા પર આભ ફાટ્યું હતું. એક સમયે કોન કોને સાચવે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. માતા-પિતાના હૈયાફાટ રૂદન અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઇ હતી.

આ પણ વાંચો:ગુજરાતીઓને મળી રહ્યા છે ખાલિસ્તાની આતંકવાદીના ધમકીભર્યા મેસેજ, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

આ પણ વાંચો:4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત

આ પણ વાંચો:કેશિયરની ‘કારીગરી’, ગોલ્ડ લોન લેનારા ગ્રાહક અને બેંક સાથે કરી છેતરપિંડી