IND vs AUS ODI Series: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ODI માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 17 માર્ચથી વનડે સિરીઝ શરૂ થશે. પરંતુ આ સિરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. આ વાતની પુષ્ટિ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે કરી છે.
ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે પોતાના નિવેદનમાં કહ્યું, ‘ઈજા એ રમતનો એક ભાગ છે, અમારી પાસે શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ છે અને અમે નેશનલ ક્રિકેટ એકેડમીના સતત સંપર્કમાં છીએ. શ્રેયસ અય્યર હાલમાં આ સિરીઝમાંથી બહાર છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો. જો કે તે અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો હતો, પરંતુ તેણે મેચ દરમિયાન પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. તે પ્રથમ દાવમાં બેટિંગ કરવા પણ આવ્યો ન હતો.
હવે શ્રેયસ અય્યરના નિવેદન બાદ તેના આઈપીએલ 2023માં રમવા પર પણ શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. અહેવાલો અનુસાર, શ્રેયસ અય્યર IPLની 16મી સિઝનની શરૂઆતની મેચમાં મેદાન પર રમતા જોવા નહીં મળે. અય્યર કેકેઆરનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં શ્રેયસ ઐયરની જગ્યાએ ટીમ ઈન્ડિયાના અન્ય કોઈ ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: SCO Meeting/પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ આવશે ભારત? SCO મીટિંગ માટે મોકલવામાં આવ્યું આમંત્રણ
આ પણ વાંચો: Uddhav vs Shinde/સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, જો શિંદે કેમ્પના ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરેના કોંગ્રેસ-એનસીપી સાથેના ગઠબંધન સામે
આ પણ વાંચો: Land For Job Scam Case/તેજસ્વી યાદવ હાઈકોર્ટ પહોંચ્યા, CBI દ્વારા જારી કરાયેલા સમન્સ પર સ્ટે માંગ્યો
