સાબરકાંઠા જિલ્લાના પોશીનાના અજાવાસ ગામમાં ટ્રિપલ મર્ડરની Sabarkantha Triple Murder સનસનીખેજ ઘટના સામે આવી છે. પોશીનાના અજાવાસમાં અંગત અદાવતમાં ખેલાયેલા ખૂની ખેલમાં બે વ્યક્તિઓ અને એક બાળકની હત્યા થઈ છે. પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવતા અજાવાસ ગામમાં અંગત અદાવતમાં બે આધેડે સામસામે હુમલો કરતા બેના મોત નીપજ્યા છે અને તેમની સાથે Triple Murder પાંચ વર્ષના એક બાળકનું પણ મોત થયું છે.
ગઇકાલે રાત્રે ખેલાયેલા આ ખૂની ખેલના લીધે સમગ્ર વિસ્તારમાં Sabarkantha Triple Murder સોંપો પડી ગયો છે. ફક્ત ગામમાં જ નહીં સાબરકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બંને આધેડપાછા કૌટુંબિક સગા હોવાનું સામે આવી રહ્યું છે. ઘરમાં એક વ્યક્તિ સાથે ખાટલામાં સૂતેલા બાળકનું પણ આ હત્યાકાંડમાં મોત નીપજ્યું છે. આ ચકચારજનક હત્યાકાંડમાં આધેડે એકબીજા પર કુહાડીથી ઘા માર્યા હતા. તેમા પચી બંનેના મોત નીપજ્યા હતા. આ ગોઝારા હત્યાકાંડના પગલે સમગ્ર ઘરમાં લોહીના ફુવારા ઉડ્યા હતા અને સમગ્ર Triple Murder ઘર લોહીના લાલ રંગથી રંગાઈ ગયુ હતુ. તેની સાથે લાશો જોઈ ન શકાય તેવો માહોલ સર્જાયો હતો.
વાસ્તવમાં બે જણે એકબીજા પર કુહાડીથી કરેલા હુમલામાં બંનેના મોત Sabarkantha Triple Murder નીપજ્યા છે અને તેની સાથે પાંચ વર્ષના બાળકનો પણ ભોગ લેવાયો છે. તેના પગલે ગામમાં લોકોના ટોળે ટોળા વળ્યા હતા. આ હત્યાકાંડના પગલે પોશીના પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઉપરાંત આ ઘટનામાં એક અન્ય આરોપી ઇજાગ્રસ્ત બન્યો છે, જેના પર પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ ઇજાગ્રસ્ત આરોપી પર પણ ગમે ત્યારે હુમલો થઈ શકે છે. સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં આ પ્રકારનો ચકચારજનક હત્યાકાંડ ભાગ્યે જ બન્યો છે. પોલીસ પણ આ પ્રકારની ક્રૂર ઘટનાથી સ્તબ્ધ છે. પોલીસે હત્યાનું કારણ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નાના ગામમાં એક જ રાતમાં થયેલી ત્રણ હત્યાએ આખા જિલ્લાને સ્તબ્ધ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને છ ફેબ્રુઆરીના રોજ વઢવાણ જેવા નાના શહેરમાં Sabarkantha Triple Murder પણ ત્રિપલ મર્ડરની ઘટના બની હતી. વઢવાણના ફુલગ્રામ ગામે ગટર જેવી નજીવી બાબતે એક જ કુટુંબના ત્રણ સભ્યની હત્યા કરવામાં આવી હતી. આમ હવે બીજા મહિને બીજા સ્થળે ત્રિપલ મર્ડરની ઘટના બની છે.
આ પણ વાંચોઃ Husband Killed Wife/ નડિયાદમાં પતિએ જ પત્નીની જાહેરમાં હત્યા કરી, પાછો કહે છે કોઈ અફસોસ નથી
આ પણ વાંચોઃ Dowry Death/ દહેજના ખપ્પરમાં વધુ એક મહિલા હોમાઈઃ સુરતની પરીણિતાએ લગ્નતિથિએ જ મોતનો અંતિમ ‘ફેરો’ ફર્યો
આ પણ વાંચોઃ Guj Government-Private School/ ગુજરાતમાં શિક્ષણનો ધૂમ વેપલો કરતી સરકારઃ બે વર્ષમાં સરકારી એકેય નહી અને 495 ખાનગી શાળાઓને તાત્કાલિક મંજૂરી
