ગજબ/ રામનવમીએ ‘રાવણ’ પકડાયા, જાણો શું છે મામલો

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરની ચોરી કરતી તસ્કર ગેંગના બે સભ્યોને પકડી લઇ ખટોદરા પોલીસે ત્રણ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપી પાસેથી 1,80,200 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

Gujarat Surat
સુરત

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે શહેરમાં મંદિરો પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રામનવમીના દિવસે જ મંદિરોને ટાર્ગેટ કરીને મંદિરોમાંથી ચોરી કરતી ગેંગના બે સભ્યોને ખટોદરા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ખટોદરા પોલીસે બે આરોપીને પકડી ખટોદરા પોલીસનો એક અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરની ચોરી કરતી તસ્કર ગેંગના બે સભ્યોને પકડી લઇ ખટોદરા પોલીસે ત્રણ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપી પાસેથી 1,80,200 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

ખટોદરા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મંદિરમાં ચોરી કરતી ગેંગના બે સભ્યોને પકડવામાં આવ્યા છે. પોલીસે વિજય ઉર્ફે બોબડો વાદી અને કિશન વાદી નામના ઇસમોની ધરપકડ કરી છે. બંને આરોપીની ધરપકડ લુણાવાડા ખાતેથી કરવામાં આવી છે. આ બંને આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાના મંદિરમાં 30 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી.

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર તેમજ જાગનાથ મહાદેવના મંદિરમાંથી ચોરી કરી હતી અને આ બંને આરોપીની ટેમ્પા સહિત 1,80,200ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં કર્યું એવું કે… તમે જાણીને કહેશો

આ પણ વાંચો:નવી દિલ્હી ખાતે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને મળ્યા બે એવોર્ડ

આ પણ વાંચો:બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં 30 સ્પીડ ગન

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું કર્યુ નિરીક્ષણ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું કર્યુ નિરીક્ષણ