manish sisodia bail plea/ મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી જામીન અરજી, આવતીકાલે થશે સુનાવણી

દિલ્હીના કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા AAP નેતા મનીષ સિસોદિયાએ બુધવારે (5 એપ્રિલ) દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી

Top Stories India

Delhi Excise Policy Case: દિલ્હીના કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા AAP નેતા મનીષ સિસોદિયાએ બુધવારે (5 એપ્રિલ) દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સિસોદિયાની અરજી પર ગુરુવારે (6 એપ્રિલ) હાઈકોર્ટમાં સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) બંને પાસે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી સિસોદિયા વિરુદ્ધ અલગ-અલગ કેસ છે. સીબીઆઈએ સિસોદિયા વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે. એક કેસ આબકારી નીતિ 2021-22ની રચના અને અમલીકરણમાં આચરવામાં આવેલી અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જ્યારે બીજો કેસ જાસૂસીના આરોપ સાથે સંબંધિત છે. જેમાં સિસોદિયા પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને રાજકીય દેખરેખ માટે દિલ્હી સરકારના ફીડબેક યુનિટનો ઉપયોગ કર્યો હતો. તે જ સમયે, EDએ સિસોદિયા વિરુદ્ધ દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધ્યો હતો અને 9 માર્ચે તિહાર જેલમાંથી તેમની ધરપકડ કરી હતી.

CBI કેસમાં શુક્રવારે (31 માર્ચ) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. સિસોદિયાએ હવે રાઉઝ એવન્યુ કોર્ટના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. જયારે સોમવારે (3 એપ્રિલ), એક વિશેષ CBI કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી હતી. સિસોદિયાને વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ સમક્ષ રજૂ કરતાં સીબીઆઈએ દલીલ કરી હતી કે કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં તપાસ નિર્ણાયક તબક્કે છે.

બુધવારે (5 એપ્રિલ) સિસોદિયા પર ED કેસમાં જામીન અંગે રૂઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું હતું કે કથિત એક્સાઇઝ કૌભાંડમાં સિસોદિયા સામે મની લોન્ડરિંગની તપાસ નિર્ણાયક તબક્કે છે અને તેને તેની સાથે જોડતા નવા પુરાવા મળ્યા છે. સિસોદિયાની જામીન અરજી પર દલીલ કરવા માટે સમય માંગતી વખતે EDએ આ દલીલ કરી હતી.

વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે અરજી પર દલીલો માટે 12 એપ્રિલની તારીખ નક્કી કરી છે. ED દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ ન્યાયાધીશે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી પણ 17 એપ્રિલ સુધી વધારી દીધી છે.