જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતી કાલે 9મી એપ્રિલથી યોજાવા જઈ રહી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે આજે તૈયારીઓને લઈને મહત્વની જાણકારી આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવીની વ્યવસ્થા છે. ઉમેદવારોનો મુશ્કેલીઓ ના પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોઈ રીતે ડમી વિદ્યાર્થી કેન્દ્રમાં પહોંચી શકશે નહીં. કેન્દ્રના પરીસરમાં પણ અને લોબીમાં પણ સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત કરાયા છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા પરીક્ષાર્થીઓના રહેવા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ એક સરાહનીય કાર્ય છે. આ પરીક્ષામાં પેપર લીક ને લઈને અમલી બનેલા નવા કાયદાના નીયમો લાગુ રહેશે.
પરીક્ષા માટેના મોટાભાગની હોલ ટિકિટ ડાઉન લોર્ડ થઈ ગઈ છે. સમયની બહાર ઉમેદવાર પહોંચશે તેને વર્ગખંડ કે પરીક્ષા કેન્દ્રમાં દાખલ થવા દેવા આવશે નહીં. ઉમેદવાર પેન, ઓળખકાર્ડ અને કોલ લેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઇ શકશે નહીં. ઉમેદવારોના બુટ અને ચપ્પલ વર્ગખંડ બહાર કાઢવી દેવામાં આવશે.
હસમુખ પટેલે જણાવ્યું કે, તલાટી કમ મંત્રીની પરીક્ષા આગામી 30 એપ્રિલે યોજવાનું આયોજન છે. પરીક્ષા કેન્દ્રો બાબતે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ ન થાય તો કેન્દ્રો ફરજિયાત મેળવવા ઓર્ડર કરાશે. મુખ્ય સચિવે આપેલી સૂચનાના પગલે નવા કેન્દ્રો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 30 એપ્રિલે પરીક્ષા યોજવા માટે 10 એપ્રિલ સુધી કેન્દ્રો મેળવવા જરૂરી છે. જો 10 એપ્રિલ સુધીમાં પરીક્ષા કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા લઈ શકાશે નહીં.
આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા
આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ
આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?
આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ
આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે
