ઘોર કળયુગ/ ચાંદખેડામાં નવજાત બાળકને 10માં માળેથી નીચે ફેંકી કરી હત્યા

ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવદમાં અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આજે જે હત્યાની ઘટના સામે આવી છે તે તમારું હૃદય કંપાવી દેશે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બાળકને 10માં માળેથી નીચે ફેંકી હત્યા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટનો આ બનાવ છે. પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. નવજાત બાળકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?