ડાયમંડ સીટી સુરતમાં અવાર-નવાર માતા-પિતાની બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. માતા-પિતાની નાની અમથી ભૂલના કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.ત્યારે આવામાં શહેરમાંથી ફરી એકવાર માતા-પિતાની બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં એક પિતા તેમની ત્રણ માસની બાળકીને રમાડી રહ્યા હતા. દરમિયાન બાળકીને હવામાં ઉછાળતા પંખાની પાંખ તેના માથામાં વાગી હતી. એવામાં માસુમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયતમાં આવેલા ખાનપુરા વિસ્તારમા મસરુદ્દીન શાહનો પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મસરુદ્દીનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. શનિવારે મસરુદ્દીન તેની ત્રણ મહિનાની ત્રીજા નંબરની દીકરી ઝોયાને ઉછાળી ઉછાળીને રમાડી રહ્યા હતા. આ દરમિયાન ઝોયાનું માથું પંખાની એક પાંખમાં આવી ગયું હતું. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
જે બાદ ગંભીર હાલતમાં બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બાદ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને પછી સિવિલમાં લઈ જવામાં આવી જોકે રવિવારે બાળકીનું ICU વોર્ડમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલે લિંબાયત પોલીસે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું હતી પંચમહાલની ઘટના
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે બારિયા પરિવારની મોટી દીકરીએ 3 દિવસની નાની બહેનને નિર્દોષ ભાવે ઝેરી દવા પીવડાવી દેતા મોતને ભેટી હતી. કાંટુ ગામે પટેલ ફળિયામાં રહેતા પંકજ બારિયાને સંતાનમાં એક દીકરી દેવાંશી હતી. થોજા દિવસો પહેલા પરિવારમાં બીજી દીકરીનો જન્મ થયો હતો. મોટી બહેન દેવાંશીએ રમાડતા રમાડતા કીડા મારવાનો પાવડર ખવડાવી દેતા 3 દિવસની બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો
આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV
આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો
આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો
આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ
