બોટાદ/ ઢસા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રના મોત

બોટાદના ઢસા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના મોત થયા છે.બંને મૃતકો ઢસા ગામના હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાતમાં અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સૌરાષ્ટ્રમાંથી સામે આવી છે. બોટાદના ઢસા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના મોત થયા છે.બંને મૃતકો ઢસા ગામના હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સ્થળે પહોંચેલા ઘરના મોભીના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મળતી માહિતીઅનુસાર, ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. માતા અને પુત્ર એક્ટિવા લઈને લૌકિકના કામે જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. એક સાથે માતા અને પુત્રનું કરુણ મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વાત કરવામાં આવે તો બેફામ વાહનો ચલાવી રહેલા લોકો પોતાના જીવને તો જોખમમાં મુકે જ છે સાથે અન્ય નિર્દોષ લોકો પણ આ અકસ્માતનો ભોગ બને છે.

અકસ્માત ની જાણ થતાં 108ની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બંને મૃતકો ઢસા જંકશન ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મમલે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ