કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને ધમકીઓ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. નાગપુરમાં તેમની જનસંપર્ક કાર્યાલયમાં જાનથી મારી નાખવાની અને ઓફિસને ઉડાવી દેવા સહિતની અનેક ધમકીઓ મળી છે. આ વખતે કોઈએ નીતિન ગડકરીના દિલ્હીના ઘરે ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમની ઓફિસે આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. આ મામલામાં દિલ્હી પોલીસે કહ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સ્ટાફે પોલીસને તેમના નિવાસસ્થાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની જાણ કરી હતી. પોલીસ આ મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
Union minister Nitin Gadkari received a death threat via phone call at his Delhi residence last evening. The minister's office informed Delhi Police about the same and the matter is under investigation by police now: Sources
— ANI (@ANI) May 16, 2023
5 મહિનામાં ત્રીજી વખત મળી ધમકી
એવું નથી કે કેન્દ્રીય મંત્રીને જાનથી મારી નાખવાની ધમકીનો આ પહેલો કિસ્સો છે. છેલ્લા 5 મહિનામાં તેમને ત્રણ ધમકીઓ મળી છે. આ પહેલા 14 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ફોન કરીને ધમકીઓ મળી હતી. ફોન કરનારે દોઢ કલાકમાં ત્રણ વખત ફોન કરીને ધમકી આપવા સાથે 100 કરોડની ખંડણી માગી હતી. આ કેસમાં, નાગપુર પોલીસે કર્ણાટકના બેલાગવીની જેલમાં ધમકી આપનાર વ્યક્તિનો નંબર ટ્રેસ કર્યો. ધમકી આપનારનું નામ જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંઠા હોવાનું જણાવાયું હતું.
આ વખતે દિલ્હીના ઘરે આવ્યો ફોન
તે જ સમયે, 21 માર્ચે નીતિન ગડકરીને ફરીથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો કોલ ફરીથી નાગપુર ઓફિસમાં જ આવ્યો હતો. ત્યારે પણ ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ જયેશ પુજારા હોવાનું જણાવ્યું હતું. આ વખતે તેમને તેમના દિલ્હીના ઘરે ફોન કરીને ધમકી આપવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે કહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ વિશે હજુ સુધી માહિતી મળી નથી, પરંતુ તપાસને ખૂબ જ ગંભીરતાથી આગળ વધારવામાં આવી રહી છે અને તેઓ ટૂંક સમયમાં ધમકી આપનાર વ્યક્તિને પકડી લેશે.
આ પણ વાંચો:સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માત, વૃદ્ધ દંપતીનું કરુણ મોત:પાંચ ઘાયલ
આ પણ વાંચો:રકુલ પ્રીત સિંહએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.
આ પણ વાંચો:ઢસા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રના મોત
આ પણ વાંચો:વરરાજાની ગાડીએ વરઘોડામાં આવેલા જાનૈયાને ફંગોળ્યા, જુઓ ભયંકર CCTV
આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત
