અમદાવાદમાં સરસપુરના રણછોડ મંદિર ખાતે આજે ઉત્સવ છે. Mameru ભગવાન જગન્નાથની યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથના મામેરાના આજે દર્શન થશે. તેમા મોસામમાં ભાણેજને લાડ લડાવવામાં આવશે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીનું આજે મામેરા દર્શન થશે. યજમાન ઘનશ્યામ પટેલ ભગવાનનું મામેરું કરશે. આમ ભાવિકોને ભગવાન જગન્નાથના મામેરા દર્શનનો લ્હાવો મળી રહ્યો છે.
મામેરાના દર્શન માટે ભક્તોની ભારે ફીડ છે. આના પગલે Mameru ભગવાનનું મોસાળ સરસપુર જય રણછોડ, માખણચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યું છે. ભગવાનને સોનાના આભૂષણો અને વાઘા પહેરાવાશે અને મહાભોગ ધરાવાશે. તેની સાથે વિવિધ ભજન મંડળીઓ પણ ભજનકીર્તન કરશે.
ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે તેમનું Mameru મામેરુ કરવામાં આવે છે. જગન્નાથ પુરીની રથયાત્રામાં પણ આ જ શિરસ્તાનું પાલન કરવામાં આવે છે. ભક્તો માટે સાંજે પાંચ વાગ્યાથી ભગવાનનું મામેરા દર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. તેના પગલે અત્યારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટવા માંડી છે. આયોજકોએ પણ ભીડની સાથે સાંકડી જગ્યાને ધ્યાનમાં રાખીને તે મુજબનું આયોજન કર્યુ છે.
ભાવિકોને ભગવાનના દર્શનમાં તકલીફ ન પડે અને તેઓ Mameru ભગવાનના સારી રીતે દર્શન કરીને અહીંથી નીકળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભગવાનની હાલમાં વિવિધ રીતે સરભરા કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓમાં પણ ભગવાનના આગમનને લઈને આનંદ અને ઉમંગની લાગણી છે.
આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડું અને પછીની સ્થિતિને પહોંચી વળવા સૌરાષ્ટ્ર-કચ્છના આરોગ્ય તંત્રની સઘન તૈયારી
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો
આ પણ વાંચોઃ સમીક્ષા/ સીએમ ભુપેન્દ્ર પટેલે વાવાઝોડા માટે વહીવટીતંત્રએ કરેલી કામગીરીની સમીક્ષા કરી
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું
આ પણ વાંચોઃ હિતકારક નિર્ણય/ ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખેડૂતો પાસેથી ખરીદીની તારીખ મહિનો લંબાવાઈ
