- જામનગરમાં 3માળનો બ્લોક ધરાશાયી
- સાધના કોલોનીમાં બ્લોક ધરાશાયી
- 10 લોકો ફસાયા હોવાની માહિતી
- ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
જામનગરની હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં સાધના કોલોનીમાં બ્લોક ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. આ ઘટનામાં 10 થી 12 જેટલા લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ બિલ્ડીંગ 30 વર્ષ જુની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થયા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી અવી હતી. હાલમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

દુર્ઘટનાની જાણ થતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદનો વેપારી ભરૂચમાં લૂંટાયો,200 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ
આ પણ વાંચો:GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ
આ પણ વાંચો:ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા “ચાર વાનર”, જાણો શું કહેવા માંગે છે ચોથો
આ પણ વાંચો:ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ
