ગુવાહાટીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની WFI-Stay Order ચૂંટણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુવાહાટી હાઈકોર્ટે 11 જુલાઈએ યોજાનારી રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ચૂંટણી પર સ્ટે મૂકી દીધો છે. આ ચૂંટણી 11 જુલાઈએ યોજાવાની પુષ્ટિ થઈ હતી, અગાઉ ચૂંટણીની તારીખ 6 જુલાઈ જણાવવામાં આવી હતી. જેમાં પાછળથી ફેરફારો પણ કરવામાં આવ્યા હતા.
ભારતીય કુસ્તીબાજોએ તાજેતરમાં રેસલિંગ ફેડરેશનની WFI-Stay Order ચૂંટણી માટે અને પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કર્યો હતો અને બ્રિજ ભૂષણ શરણ સહિત ટીમના કેટલાક સભ્યો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ કુસ્તીબાજો પહેલીવાર 18મી જાન્યુઆરીએ હડતાળ પર બેઠા હતા. આ દરમિયાન કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. બાદમાં કુસ્તીબાજો ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, ત્યારબાદ કુસ્તીબાજો પોતાના કામ પર પાછા ફર્યા.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓને ખાતરી આપતાં WFI-Stay Order કુસ્તીબાજોએ તેમના આંદોલન પર રોક લગાવી દીધી. સરકારે ખેલાડીઓને કાર્યવાહીનું વચન આપ્યું હતું, જે બાદ કુસ્તીબાજો સંમત થયા હતા. ખેલાડીઓના આંદોલનની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર પણ તેમને ખૂબ સમર્થન આપ્યું હતું.
આ ઉપરાંત ખાપ પંચાયતે પણ કુસ્તીબાજોને સમર્થન આપ્યું છે. WFI-Stay Order તેની સાથે ખેડૂતોનું પણ કુસ્તીબાજોને સમર્થન છે. એક સમયે ખેડૂતો પહેલવાનોને સમર્થન આપવાને લઈને આંદોલન કરવા રસ્તા પર ઉતરવાના હતા, પરંતુ સરકારે કુસ્તીબાજોને ન્યાયિક કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા પછી આ આંદોલન સમેટાયું હતું. આ વિવાદ કુસ્તીસંઘના વડાની સાથે જોડાયેલો હોઈને આ ચૂંટણી મોકૂફ કરવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ PM Modi-Egypt/ હવે ઇજિપ્તે વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ નાઇલથી નવાજ્યાઃ અગાઉ 12 દેશો પણ કરી ચૂક્યા છે સન્માનિત
આ પણ વાંચોઃ Kedarnath Yatra 2023/ ઉત્તરાખંડમાં પહોંચ્યું ચોમાસું, ભારે વરસાદ, થંભી ગઈ કેદારનાથ યાત્રા
આ પણ વાંચોઃ PM કિસાન યોજના/ સરકારે ખેડૂતોને આપી વધુ એક સુવિધા, હવે આ મોબાઈલ એપ દ્વારા સરળતાથી થશે KYC
આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ પીએમ મોદી પહોંચ્યા કાહિરાની અલ હકીમ મસ્જિદ, જાણો ખાસ કનેક્શન
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ/ નોઈડા પહોંચ્યા સીએમ યોગી, કહ્યું- ‘યુપીના માફિયા ઠંડા થઈ ગયા, હવામાન પણ ઠંડુ થઈ ગયું છે’
