Gujarat Rains/ વરસાદનો મેટિની શોઃ સૌરાષ્ટ્રમાં વરસાદની ધડબડાટી, જૂનાગઢ પછી જામનગરનો વારો

ગુજરાતમાં આજે પણ અનેક વિસ્તારમાં Gujarat rain ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરલા આંકડા મુજબ સવારના ચાર કલાકમાં વલસાડના ધરમપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના વ્યારામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. ગઈકાલે જૂનાગઢ બાદ આજે મેઘરાજાએ જામનગરમાં ધબધબાટી બોલાવી છે. જામનગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. […]

Top Stories Gujarat
Heavy Rain

ગુજરાતમાં આજે પણ અનેક વિસ્તારમાં Gujarat rain ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરલા આંકડા મુજબ સવારના ચાર કલાકમાં વલસાડના ધરમપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના વ્યારામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

ગઈકાલે જૂનાગઢ બાદ આજે મેઘરાજાએ જામનગરમાં ધબધબાટી બોલાવી છે. જામનગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવેલા આંકડા મુજબ સવારના છ કલાકમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વ્યારા અને ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલી ખેરગામ અને વલસાડમાં ત્રણ ઈંચ વરસાદ Gujarat rain પડ્યો છે. હવામાન વિભાગે સવારના 6થી 12 વાગ્યા સુધીના જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યના 89 તાલુકમાં વરસાદ પડ્યો છે. ગઈકાલે 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વિસ્તારના કારણે અનેક જગ્યાએ વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના પણ કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અનેક વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જામકંડોરણાના જલારામનગર વિસ્તારમાં ઘરોમાં Gujarat rain પાણી ફરી વળ્યા હતા. રાત્રીના સમયે ઘરોમાં પાણી આવી જતી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરવખરી પણ પાણીમાં તણાઇ હતી.જામકંડોરાણામાં ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે જામકંડોરણાના નીચાણવાળા વિસ્તારોમાં સૌ પ્રથમ વખત લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. મોડી રાત્રે ત્રણ વાગ્યે ભારે વરસાદ પડતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા ભારે નુકસાન થયું છે અને આખીરાત પૂરના પાણીમાં સામાન ફેરવવામાં કાઢી હતી.

 

આ પણ વાંચોઃ Sebi-IPO/ સેબીએ આઇપીઓ લિસ્ટિંગની મર્યાદા છ દિવસથી ઘટાડી ત્રણ દિવસની કરી દીધી

આ પણ વાંચોઃ UCC Joins Article 370/ શું રામ મંદિર અને કાશ્મીરની જેમ UCC માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે?

આ પણ વાંચોઃ GST પર કેન્દ્ર સરકારઃ/ GSTને લઈને  નાણામંત્રીએ આપ્યા સારા સમાચાર, સામાન્ય લોકોને મળ્યો મોટો ફાયદો, ઓછુ થશે માસિક બિલ

આ પણ વાંચોઃ US Supreme Court/ યુએસ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી પ્રવેશમાં જાતિ આધારિત અનામત ખતમ કરી

આ પણ વાંચોઃ  PAK Player Suicide/ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ લાકડા કાપવાના મશીન વડે કરી આત્મહત્યા, રમત જગતમાં શોક