પાટણ વિસ્તારમાં સવારથી જ Patan-Heavyrain મેઘમહેર જોવા મળી રહી છે. પણ પાટણના કેટલાય તાલુકામાં મેઘમહેર મેઘકહેર બનીને તૂટી પડી છે. તેમા પણ ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી જ મેઘમહેર અને જળબંબાકારની સ્થિતિ છે. સાંતલપુરમાં છ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ચુક્યા છે.
વારાહી પંથકના નીચાણવાળા વિસ્તારમાં Patan-Heavyrain પાણી ભરાયા છે. વારાહીના કાદીસરા તળાવમાં પણ પાણી ભરાયા છે. તળાવ ભરાઇ જવાના કારણે હવે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ ચુક્યા છે. જો હજુ પણ લાંબો સમય સુધી વરસાદ યથાવત્ત રહે છે તો સ્થિતિ વણસી શકે છે. સાંતલપુરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી મુખ્ય માર્ગોમાં નદીઓની જેમ જ વહી રહ્યું છે. વરસાદ આવે તો પારકર વાસના રહીશોને સલામત સ્થળે ખસેડવા પડી શકે છે.
પાટણના રાધનપુર અને સાંતલપુર પંથકમાં Patan-Heavyrain વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. માશાલી રોડ પરના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાની સ્થિતિ યથાવત્ત રહી છે.
સિદ્ધપુરમાં વરસાદી માહોલ જોવા Patan-Heavyrain મળી રહ્યો છે. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી પડી રહ્યો છે. સિદ્ધપુરના નેદ્રા, ખલી, બીલીયા, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ અત્યાર સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.
સાંતલપુર તાલુકામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સાંતલપુરમાં બપોરના બે વાગ્યા સુધીમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંતલપુરના વારાહીમાં ધોધમાર વરસાદના પગલે પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. વારાહીના કાદીસરા તળાવમાં સતત પાણીની આવક થતા તળાવનું પાણી લોકોના ઘરો સુધી પહોંચ્ચા હતા.
આ પણ વાંચોઃ Jalpariksha/ અંતિમક્રિયા માટે અગ્નિપરીક્ષા નહી ‘જળપરીક્ષા’
આ પણ વાંચોઃ અમરનાથ યાત્રા/ હવામાનમાં સુધારો થતાં પહેલગામથી ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા, ત્રણ દિવસ માટે હતી સ્થગિત
આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ
આ પણ વાંચોઃ Espionage/ ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત, સાત જિલ્લાના પ્રભારી જાહેર
