ગુજરાત/ સુરતના ઉમરપાડામાં મેઘમહેર :બે કલાકમાં 4 ઇંચ વરસાદ

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત જોવા મળી હતી.ઉમરપાડા,ઓલપાડ, માંડવી પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો

Gujarat

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત જોવા મળી હતી.ઉમરપાડા,ઓલપાડ, માંડવી પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીને પગલે અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો.સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 1.18 ઇંચ,માંગરોળમાં 0.07 ઇંચ,ઉમરપાડામાં 4.0 ઇંચ,માંડવીમાં 2.16 ઇંચ,કામરેજમાં 2.44 ઇંચ, ચોર્યાસીમાં 0.15 ઇંચ,પલસાણામાં 2.24 ઇંચ, બારડોલીમાં 2.28 ઇંચ, મહુવામાં 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો.

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો આ વિસ્તારના મુખ્યત્વે લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી ડાંગરની રોપણીની કામગીરીમાં જોડાયા હતાં.ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે ગોપાલિયા સહિતના અનેક ગામોમાં ખેતરો જળતરબોળ થતાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં તેમજ અનેક ચેકડે સક્રિય થયા હતાં.

નલિન ચૌધરી