છોટાઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામની મધ્યમા આવેલા સેન્ટ્રલ કોઓપરેટીવ બેંકના એ.ટી.એમ પર પૈસા કાઢવા ગયેલા વ્યક્તિના રૂપિયા તફડાવાયા. ગ્રાહકોના પાસવર્ડ જાણી નજર ચૂકવી એ.ટી.એમ કાર્ડ બદલી તારકભાઇ રાઠવાના રુપિયા ૧૨ હજાર ૪૦૦ કાઢી લીધા હતા.
આ એટીએમમાં જ્યારે તારકભાઈ પૈસા કાઢવા ગયા ચાર જેટલા ઇસમો હતા જેમાથી તારક ભાઈને એ.ટી.એમનો બરાબર ઉપિયોગ કરતાં ન આવડતું હોય તે એ.ટી.એમ મસીનમાં કાર્ડ નાખી પાસવર્ડ નાખ્યો હતો પણ પાસા ન નીકળતા ત્યાં ઉભેલા ઇસમે લાવ તમને પૈસા કાઢી આપું તેમ કહી પાસવર્ડ જાઈ લીધો અને નજર ચૂકવી એ.ટી.એમ કાર્ડ બદલી લીધું હતુ છતાં પણ પૈસા ન નીકળતા તે પોતાના ગામ રૂસ્તમપુરા ગયો હતો અને તેને તેના મોબાઈલમાં જોતાં તેને કોઈએ તેના ખાતામાથી રૂપિયા ૧૦૦૦૦ -૨૦૦૦–૪૦૦ ત્રણ વખત મળી કુલ ૧૨૪૦૦ ઉઠાવી લીધા હતા.
