રાજ્યમાં ટામેટાંના ભાવ દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા છે . તેમાં પણ આ કમોસમી વરસાદ ને લીધે શાકભાજી પર ભારે અસર જોવા મળી રહી છે . જેમાં એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે!. જેના પગલે બેંગાલુરુ અને સંગમનેરથી આવતાં ટામેટાંની આવક ઘટી ગઈ છે. જેથી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ગૃહિણીઓ જરૂર કરતાં ઓછાં ટામેટાં ખરીદીને ચલાવી રહી છે.
આ પણ વાંચો ;Tellywood / પાખી અને વિરાટ રિયલ લાઈફમાં કરવા જય રહ્યા છે લગ્ન, આ દિવસે લેશે સાત ફેરા …
દિવાળીના એક મહિના પહેલાથી જ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. જે દર વર્ષે થતો હોય છે અને પછી નવેમ્બરમાં નવો પાક આવતાં ધીમે-ધીમે ટામેટાંના ભાવ અંકુશમાં આવી જાય છે. પરંતુ આ વર્ષે ટામેટાંનો નવો પાક ખેતરમાં હતો એ દરમિયાન જ કમોસમી વરસાદ પડતાં ભારે નુકસાન થયું છે. જેના કારણે માગની સામે પુરવઠો ઓછો છે. પરિણામે અમદાવાદ શહેરમાં ટામેટાંનો પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાને આંબી ગયો.
આ પણ વાંચો ;બોલિવૂડ સેલિબ્રિટી / દંગલ ગર્લ સાથે આમિર ખાન કરવા જઇ રહ્યા છે લગ્ન! સોશિયલ મીડિયામાં શરૂ થઇ ચર્ચા
મોંઘવારીએ માજા મૂકી છે અને જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ જતાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ટામેટાંની જેમ બટાકાની કિંમતમાં પણ 20થી25 ટકાનો વધારો જોવા મળ્યો છે. .
