વડોદરાઃ વડોદરા નજીકના ગામે આવેલા Crocodile-Youth યુવકને ખાડીમાં ખાલી મોઢું ધોવા જવાનું ભારે પડી ગયું હતું. આ યુવાન ફક્ત મોંઢુ ધોવા ગયો તે દરમિયાન મગર તેને ખેંચી ગયો હતો. યુવાનને મગર ખેંચી જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ફાયરબ્રિગેડની વ્યાપક શોધખોળ છતાં યુવાન મળ્યો ન હતો, પરંતુ બીજા દિવસે પાણીના વહેણ સાથે સ્થાનિકોને યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
વરણામાં પોલીસને યુવાનના મૃતદેહને બહાર કઢાવી Crocodile-Youth પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. યુવાનનો મૃતદેહ મગરે બચકા ભરેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. વડોદરામાં સરાર ગામે રહેતા 30 વર્ષના દિલીપ જગદીશભાઈ કહાર ખેતીકામ કરે છે. તે શનિવારે સાંજે ખેતીકામ કરીને ઘર પરત આવતો હતો. રસ્તામાં આવેલી ખાડી પર તે મોંઢુ ધોવા માટે ઊભો રહ્યો હતો. તે દરમિયાન એક મગર તેને પાણીમાં ખેંચી ગયો હતો.
નજીકના રમતા બાળકો મગરને જોઈ જતા તેમણે દિલીપના Crocodile-Youth ઘરે જઈને જાણ કરતાં દિલીપનો ભાઈ નીતિન અને અન્ય સગાસંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે મોડી રાત સુધી શોધખોળ કરી હતી. જોકે તેનો મૃતદેહ મગરે ફાડી ખાધેલી હાલતમાં મળી આવતાં કુટુંબમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ 2024 Elections/ 2024ની ચૂંટણી પહેલા ભાજપનો સો.મીડિયા પર ‘શંખનાદ’,જાણો શું છે ખાસ પ્લાન
આ પણ વાંચોઃ Lovemarriage-CM/લવમેરેજમાં માબાપની સંમતિનો કાયદો લાવવાના સંકેત આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ
આ પણ વાંચોઃ પ્રકૃતિ પ્રેમીઓ માટે અદભુત નજારો/વરસાદમાં સોળે કળાએ ખીલ્યો શંકર ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો
આ પણ વાંચોઃ Limbadiya-Suicide/લીંબડિયા કેનાલમાં માતાએ પુત્રી સાથે ઝંપલાવતાં પુત્રીનું મોત, માતાને બચાવી લેવાઈ
આ પણ વાંચોઃ Youth bike slip/વડોદરામાં ડભોઈ ખાતે યુવકનું બાઇક સ્લીપ થયા બાદ આઇશર નીચે કચડાતા મોત
